ઍરફોર્સના પ્લેનને લૅન્ડ કરાવવામાં આવશે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાની શક્યતા, નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું બાંધકામ CIDCO સાથેની પાર્ટનરશિપમાં અદાણી પોર્ટ દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મૉડલથી ૧૧૬૦ હેક્ટર જમીનમાં કરવામાં આવી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં બાંધવામાં આવી રહેલા નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રનવેનું કામ પૂરું થઈ ગયું છે એટલે પાંચમી ઑક્ટોબરે અહીં ભારતના ઍરફોર્સના પ્લેનને લૅન્ડ કરાવીને ટેસ્ટિંગ થવાની શક્યતા છે. નવી મુંબઈનું ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) દ્વારા બનાવવામાં આવી રહ્યું છે.