Navi Mumbai Building Collapsed: બેલાપુર નજીક આવેલા શાહબાઝ ગામમાં વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની છે.
બેલાપુરમાં ઈમારત ધરાશાયી (તસવીર: મિડ-ડે)
નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાં શનિવાર 27 જુલાઈ 2024ના રોજ વહેલી સવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી (Navi Mumbai Building Collapsed) થઈ હોવાની ઘટના બની હતી. આ ત્રણ માળની ઈમારત પડી જતાં બે લોકોને તેમાંથી બચાવી લેવામાં આવ્યા હતા, જો કે કાટમાળ નીચે ફસાયેલા અન્ય એક વ્યક્તિને શોધવા માટે પ્રશાસન દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ને એક અધિકારીએ જણાવ્યું હતું કે બેલાપુર નજીક આવેલા શાહબાઝ ગામમાં વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ એક ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની હતી.
એનડીઆરએફ અને નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના (Navi Mumbai Building Collapsed) ફાયર બ્રિગેડના કર્મત્રણીઓએ બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ બે લોકોને બચાવી લીધા હતા અને વધુ એક વ્યકતીને બિલ્ડીંગના કાટમાળ નીચેથી સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. આ ઘટના બાદ એનડીઆરએફ અને અગ્નિ શમન દળના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી છે તેમ જ આ મામલે વધુ અપડેટ્સ આવવાના બાકી છે તેમ જ આ ઘટનામાં મૃત્યુ અને જખમી થયેલા લોકોની ચોક્કસ માહિતી અને સંખ્યા હજી સુધી સામે આવ નથી અને હજી રેસક્યું ઓપરેશન શરૂ છે, એમ પણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું.
ADVERTISEMENT
વધુ અપડેટ્સ થોડા સમયમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ સહિત આસપાસના ઉપનગરોમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદની (Navi Mumbai Building Collapsed) આગાહી સાથે આ શહેરો મારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. હાલમાં 20 જુલાઈએ ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક રૂબિનિસા મંઝિલ બીલ્ડિંગની બાલ્કની શનિવારે વહેલી સવારે આંશિક રીતે તૂટી પડી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ એ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે સવારે 11.00 વાગ્યે આ ઘટનાની માહિતી જાહેર કરી હતી. બાલ્કની અને સ્લેબની જેમ ત્રણ માળના બીલ્ડિંગનો બીજો અને ત્રીજો માળ પણ તૂટી પડ્યો હતો. તો કેટલાક ટુકડાઓ જોખમી રીતે લટકી પડ્યા હતા, જે રહેવાસીઓ માટે નોંધપાત્ર રીતે જોખમી હતા જેથી તેને કાઢવામાં આવ્યા હતા. આ માળખું તૂટી પડતાં સાતથી આઠ લોકો હાલમાં ચોથા માળ પર ફસાયેલા હતા.
આ સાથે મીરા-ભાઈંદરમાં બુધવારે સવારે એક કલાકમાં બે જગ્યાએ બિલ્ડિંગના ભાગ ધરાશાયી (Navi Mumbai Building Collapsed) થવાની દુર્ઘટના બની હતી જેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બચાવ-કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુધવારે સવારે સાડાદસ વાગ્યાની આસપાસ મીરા રોડના RNA બ્રૉડવેમાં આવેલા બિલ્ડિંગ-નંબર ૧૭ના પહેલા માળના હૉલનો ભાગ ફર્નિચર સાથે ગ્રાઉન્ડ ફ્લોર પરના ઘરમાં તૂટી પડ્યો હતો. જોકે એ વખતે નીચે કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આ બનાવ વખતે બન્ને ઘરના લોકો કિચનમાં અને અંદરની રૂમમાં હતા.