Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈ ઍરપોર્ટ માર્ચને બદલે હવે એપ્રિલમાં શરૂ થશે

નવી મુંબઈ ઍરપોર્ટ માર્ચને બદલે હવે એપ્રિલમાં શરૂ થશે

Published : 28 November, 2024 01:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍરપોર્ટ શરૂ થવામાં ખાસ કંઈ મોડું નહીં થાય. એપ્રિલ મહિનામાં જ ઍરપોર્ટનું ઑપરેશન્સ શરૂ થઈ જશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ હવે માર્ચને બદલે એપ્રિલ મહિનામાં શરૂ થવાની શક્યતા છે. આ ઍરપોર્ટ શરૂ થવાની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, કારણ કે એક વાર એ શરૂ થઈ જશે ત્યાર બાદ મુંબઈથી ફ્લાઇટ્સની સંખ્યામાં સારોએવો વધારો કરવામાં આવશે. મુંબઈના લોકોને ત્યાં સુધી પહોંચવામાં સરળતા રહે એ માટે મેટ્રોની કનેક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે. આ સિવાય અટલ સેતુથી પણ લોકો સરળતાથી નવી મુંબઈ ઍરપોર્ટ સુધી પહોંચી શકાશે. અદાણી એન્ટરપ્રાઇસિસના એક અધિકારીએ કહ્યું હતું કે ઍરપોર્ટની શરૂઆત ૨૦૨૫-’૨૬ના પહેલા ક્વૉર્ટરમાં થશે. જોકે બીજા એક ‌ઑફિસરે કહ્યું હતું કે ‘ઍરપોર્ટ શરૂ થવામાં ખાસ કંઈ મોડું નહીં થાય. એપ્રિલ મહિનામાં જ ઍરપોર્ટનું ઑપરેશન્સ શરૂ થઈ જશે.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2024 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK