આ સ્પર્ધામાં મુંબઈ ઉપનગરના ઘાટકોપરના ઋષિકુલ વિદ્યાલયના યુગ પટેલ, મન પટેલ, નમ્ર વસાણી, નૈતિ વસાણી, ઉત્કર્ષ શાહ, મન મારુ મેડલ જીત્યા હતા.
ડાબેથી મન પટેલ, નૈતિ વસાણી, નમ્ર વસાણી અને જમણેથી યુગ પટેલ, મન મારુ અને ઉત્કર્ષ શાહ.
તાજેતરમાં નાંદેડ ખાતે યોજાયેલી એકવીસમી નૅશનલ સબ જુનિયર જમ્પ રોપ સ્પર્ધામાં મુંબઈ ઉપનગરના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૪ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૧૩ બ્રૉન્ઝ સહિત કુલ ૧૯ મેડલ મેળવ્યા હતા.
આ ટુર્નામેન્ટમાં વિવિધ રાજ્યોના ૩૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું ઉદ્ઘાટન ભાખરાવ ચવાણ સહકારી ખાંડ ફૅક્ટરીના ઉપપ્રમુખ નરેન્દ્રદાદા ચવાણે કર્યું હતું. સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, યશવંત કૉલેજ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં મુંબઈ ઉપનગરના ૧૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મુંબઈ ઉપનગરના ઘાટકોપરના ઋષિકુલ વિદ્યાલયના યુગ પટેલ, મન પટેલ, નમ્ર વસાણી, નૈતિ વસાણી, ઉત્કર્ષ શાહ, મન મારુ મેડલ જીત્યા હતા.
ADVERTISEMENT
નમ્ર વસાણીએ ૧ ગોલ્ડ અને ૩ બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. નૈતિ વસાણીએ ૧ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. મન પટેલે ૧ ગોલ્ડ અને ૨ બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. યુગ પટેલે ૧ ગોલ્ડ, ૨ બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. મન મારુએ ૧ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૨ બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. ઉત્કર્ષ શાહે ૧ બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. કોચ વિધેશ મોરેના માર્ગદર્શનનો ખેલાડીઓએ લાભ લીધો હતો. મુંબઈ સબર્બન જમ્પ રોપ અસોસિએશનના પ્રમુખ સ્વપ્નિલ પહુરકર, સેક્રેટરી વર્ષા કાળે અને ખજાનચી યોગેશ સાંગલેએ મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતાં.