Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરલી બાદ હવે નાશિકમાં પણ હિટ ઍન્ડ રન: કારની ટક્કરમાં મહિલા 15-20 મીટર ઉછળી, મૃત્યુ

વરલી બાદ હવે નાશિકમાં પણ હિટ ઍન્ડ રન: કારની ટક્કરમાં મહિલા 15-20 મીટર ઉછળી, મૃત્યુ

Published : 10 July, 2024 04:26 PM | IST | Nashik
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nashik Accident: આ ઘટના સાંજે પાંચ વાગ્યાની આસપાસ નાશિક નજીક આવેલા ગંગાપુર વિસ્તારમાં બની હતી. અકસ્માત બાદ ડ્રાઇવર તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો,

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્રમાં વધુ એક દુ:ખદ હિટ ઍન્ડ રનની ઘટના સામે આવી છે. મંગળવારે નવ જુલઈએ મહારાષ્ટ્રના નાશિકમાં (Nashik Accident) એક 36 વર્ષની મહિલ વૈશાલી શિંદેને એક ઝડપી કરે જોરદાર ટક્કર મારી હતી જેમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાનો હવે CCTV ફૂટેજ સામે આવ્યો છે. આ ફૂટેજમાં અકસ્માની ભયાનક ઘટના જોવા મળી રહ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક સફેદ કાર મહિલાને પાછળથી જોરદાર ટક્કર મારે છે. કારની ટક્કર લાગ્યા બાદ પીડિત મહિલા 15થી 20 મીટર સુધી હવામાં ઊછળીને રસ્તા પર પટકાય છે.


આ ભયાનક અકસ્માત બાદ તરત જ નજીક ઉભેલા બે લોકો પીડિત મહિલાની મદદ માટે દોડી આવ્યા હતા અને તે બાદ તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં (Nashik Accident) દાખલ કરવામાં આવી હતી. જો કે કારની ટક્કર બાદ એકદમ ગંભીર રીતે જખમી થયેલી વૈશાલીનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. આ ઘટના સાંજે પાંચ વાગ્યાની આસપાસ નાશિક નજીક આવેલા ગંગાપુર વિસ્તારમાં બની હતી. અકસ્માત બાદ ડ્રાઇવર તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી આ બે લોકોની ધરપકડ કરી હતી.




ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના મુંબઈના વરલીમાં (Nashik Accident) બની હતી. આ હિટ-ઍન્ડ-રન કેસમાં  એક ઝડપી BMW કારે ટુ-વ્હીલર પર સવાર દંપતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સાત જુલાઈના રોજ 45 વર્ષના કાવેરી નાખ્વાનું મૃત્યુ થયું હતું અને કાવેરીના પતિને ઈજા થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કાવેરી અને તેનો પતિ પ્રદિપ માછલી ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વરલી નજીક તેમની સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલક મિહિર શાહ જે શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા રાજેશ શાહનો પુત્ર છે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક આરોપી કાવેરીને દોઢ કિમી સુધી ખેંચીને લઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું છે કે ટક્કર બાદ મિહિર શાહે (Nashik Accident) તેના ડ્રાઈવર સાથે સીટોની અદલાબદલી કરી અને તે બાદ કાવેરીના શરીરને કારની નીચેથી બહાર કાઢ્યું અને તેને રસ્તા પર છોડી દીધું. આ કેસમાં હવે મિહિર તેના પિતા અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. મિહિરના પિતા રાજેશ શાહને મુંબઈની અદાલતે જામીન આપ્યા હતા. અગાઉ મે મહિનામાં પુણેમાં હિટ ઍન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક 17 વર્ષના સગીરે પોર્શ કાર વાદદે બે આઇટી પ્રોફેશનલ્સને યુવાનોની બાઇકને ટક્કર મારી હતી. આ પોર્શ કેઆર 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2024 04:26 PM IST | Nashik | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK