Nashik Accident: ઇગતપુરી નજીક નાગપુર-મુંબઇ સમૃદ્ધિ હાઇવે પરથી જઈ રહેલી એક કારને આ એક્સિડન્ટ નડ્યો હતો. ત્રણ લોકોના મોત થયા હતા.
અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
નાશિક જિલ્લાના ઇગતપુરી પાસે સમૃદ્ધિ હાઇવે પર ભયાવહ રૉડ એક્સિડન્ટની ઘટના (Nashik Accdent) સામે આવતા ચકચાર મચી જવ પામી છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ ત્રણ લોકોનાં જીવ ગયા હતા. ઇગતપુરી નજીક નાગપુર-મુંબઇ સમૃદ્ધિ હાઇવે પરથી જઈ રહેલી એક કારને આ એક્સિડન્ટ નડ્યો હતો.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
ADVERTISEMENT
કારની સ્પીડ એટલી બધી હતી કે કારની ટક્કર થતાં જ તે ચકનાચૂર થઈ ગઈ હતી. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતની જેવી જાણ થઈ કે તરત જ ટ્રાફિક અને સ્થાનિક પોલીસતંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. અને પંચનામું કરવામાં આવ્યું હતું. અત્યારે અહેવાલો જણાવે છે કે અકસ્માતમાં જેટલા લોકોના મોત થયા છે તે સૌના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
કઇ રીતે થયો આ અકસ્માત?
પ્રાપ્ત માહિતી અનુસાર જે કારને આ અકસ્માત (Nashik Accdent) નડ્યો હતો તે રોડ ડિવાઈડર સાથે અથડાતા પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી જવાને કારણે ત્યાં ને ત્યાં જ એક કિશોર સહિત ત્રણ લોકોના મોત થી ગયા હતા. તપાસમાએવું જાણવા મળ્યું છે કે કારના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું. અને વિરુદ્ધ લેનમાં જઈને કાર પલટી ગઈ હતી.
શિરડી સાઈ બાબાનાં દર્શન કરી પાછા ફરી રહ્યા હતા નવી મુંબઈનાં મુસાફરો ને નડ્યો અકસ્માત
પ્રાપ્ત અહેવાલો જણાવી રહ્યા છે કે કારમાં છ મુસાફરો સવારી કરી રહ્યા હતા. અને આ કાર મુંબઈ તરફ રિટર્ન થઈ રહી હતી. જે જે લોકો કારમાં હતા તેઓ સગાંસંબંધી હતા અને અહિલ્યાનગર જિલ્લાના શિરડીથી દર્શન કરીને રિટર્ન થઈ રહ્યા હતા, ત્યાં જ અકસ્માત (Nashik Accdent) નડતાં તેઓના મોત થયા હતા. નવી મુંબઈ નજીકના ખાલાપુરના ગોયલ અને અગ્રવાલ પરિવાર દર્શન માટે કાર લઈને શિરડી ગયા હતા. દર્શન કર્યા બાદ રિટર્ન થઈ રહ્યા હતા ત્યારે નાશિકનાં ઇગતપુરી પાસે સમૃદ્ધિ હાઇવે પર પિંપરી ફાટા નજીક ડ્રાઇવરે કાર પરનું નિયંત્રણ ગુમાવી દેતા આ અકસ્માત થયો હતો.
મૃતકો અને ઘાયલોનાં નામ આવ્યા સામે
આ અકસ્માતમાં ગીતા રમેશ અગ્રવાલ (72), અનુજ રમેશ ગોયલ (52, ડ્રાઈવર), નિર્મય અનુજ ગોયલ (16)નાં ઘટનાસ્થળે જ રામ રમી ગયા હતા. આ સાથે જ રમેશચંદ્ર અગ્રવાલ (80), મીતી અનુજ ગોયલ (45) અને દિવ્યાંશી અનુજ ગોયલ (21)ને ખૂબ જ ગંભીર ઇજાઓ થી હતી. મૃતકો અને ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈને ઘોટી નજીકની એસએમબીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ઘાયલોની સારવાર કરવામાં આવી હતી.
અકસ્માત (Nashik Accdent) બાદ અકસ્માતગ્રસ્ત મોટરને સ્થળ પરથી હટાવીને વાહનવ્યવહાર વ્યવસ્થિત કરવામાં આવ્યો હતો.