નેશનલ એરોનોટિક્સ ઍન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન (NASA Administrator Bell Nelson) શુક્રવારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા
તસવીર: પ્રદીપ ધીવર
નેશનલ એરોનોટિક્સ ઍન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન (NASA Administrator Bell Nelson) શુક્રવારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા. મુંબઈની તેમની મુલાકાત દરમિયાન કેટલાક પસંદગીના મીડિયા હાઉસ સાથે વાત કરતાં નાસા પ્રશાસક બિલ નેલ્સને ભારતના ચંદ્રયાન-3 અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેના સફળ ઉતરાણની પ્રશંસા કરી હતી. નાસા એડમિનિસ્ટ્રેટર બેલ નેલ્સન શુક્રવારે મુંબઈના બીકેસીમાં યુએસ કોન્સ્યુલેટ ખાતે મીડિયાની વાતચીત દરમિયાન. ભારતની મુલાકાતે આવેલા બેલ નેલ્સને રાકેશ શર્માને મળ્યા બાદ અગાઉ કહ્યું હતું કે રાકેશ શર્માની વાર્તાએ સૌને ગૌરવ અપાવ્યો છે.
મુંબઈમાં આ ઇવેન્ટ દરમિયાન તેમણે એક દિવસ અગાઉ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માને મળવાનો ઉલ્લેખ કર્યો હતો. વાતચીત દરમિયાન, તેમણે એવો મત પણ વ્યક્ત કર્યો કે બ્રહ્માંડ વિશાળ છે અને પૃથ્વી જેવા ગ્રહથી યોગ્ય અંતરે સૂર્ય જેવો તારો ધરાવતી કોઈ આકાશગંગા ચોક્કસપણે હોવાની સંભાવના છે.
ADVERTISEMENT
View this post on Instagram
નેલ્સને ISRO અને NASA વચ્ચે NISAR, NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર માટે ભાગીદારી વિશે માહિતી શેર કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, નાસા ભારતીય અવકાશયાત્રીને 2024ના અંત સુધીમાં આ સિદ્ધ કરવાના ધ્યેય સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સુધી પહોંચવા માટે તાલીમ આપવામાં મદદ કરશે.
અગાઉ તેમના સોશિયલ મીડિયા X પર શેર કરતાં નાસાના એડમિનિસ્ટ્રેટરે જણાવ્યું છે કે, “આજે બેંગલુરુમાં વિદ્યાર્થીઓ અને અવકાશમાં ઉડાન ભરનાર પ્રથમ ભારતીય રાકેશ શર્મા સાથે વાત કારવાનની મહત્ત્વની તક મળી. તેમની વાર્તાએ સૌને ગૌરવ અપાવ્યું અને હાજર સૌને આચારજમાં મૂકી દીધા હતા! ભારતમાં આગામી પેઢી અને આગળ: સખત મહેનત કરો, મોટા સપના જુઓ અને સ્ટાર્સ સુધી પહોંચો. બ્રહ્માંડ મર્યાદા છે.”
નોંધનીય છે કે, રાકેશ શર્મા 2 એપ્રિલ, 1984ના રોજ બાહ્ય અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય નાગરિક બન્યા, જ્યારે તેમણે કઝાક સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાકના બાયકોનુર કૉસ્મોડ્રોમથી લૉન્ચ કરાયેલા સોવિયેત રોકેટ સોયુઝ T-11 પર ઉડાન ભરી હતી. તેમણે અવકાશમાં 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટ વિતાવી અને ભારતને બાહ્ય અવકાશમાં મુસાફરી કરનાર 14મું રાષ્ટ્ર બનાવ્યું છે. શર્માનું કામ મુખ્યત્વે બાયો-મેડિસિન અને રિમોટ સેન્સિંગના ક્ષેત્રોમાં હતું.
નાસા અને ઈસરો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાના હેતુથી એક સપ્તાહની મીટિંગ્સ અને ઈવેન્ટ્સ માટે ઉત્સાહ સાથે બિલ નેલ્સન મંગળવારે ભારત પહોંચ્યા હતા. નેલ્સનની ભારત મુલાકાત રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા શરૂ કરવામાં આવેલી જટિલ અને ઊભરતી ટેકનોલોજી પર યુએસ અને ભારતની પહેલના ભાગ રૂપે પ્રતિબદ્ધતાને પૂર્ણ કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારતની આ મુલાકાત દરમિયાન તેમણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ખાતે વિદ્યાર્થીઓને અને અવકાશમાં ઉડાન ભરનાર પ્રથમ ભારતીય રાકેશ શર્માને મળીને આનંદ વ્યક્ત કર્યો હતો.