ઘરફોડીની આ ઘટના સાતમી માર્ચે નારપોલીના એક ગોડાઉનમાં બની હતી. ૨૦ વર્ષનો દિલીપ ચવાણ અને ૨૩ વર્ષનો અર્જુન રાઠોડ બન્ને ગોડાઉનમાં ઘૂસ્યા હતા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભિવંડીના ગોડાઉનમાંથી ૨૩.૨૪ લાખ રૂપિયાની કિંમતનાં કુલ ૨૩ લૅપટૉપ ચોરી કરનાર બે ચોરને નારપોલી પોલીસ છેક કર્ણાટક જઈને પકડી લાવી છે અને તેમની પાસેથી ચોરીનાં લૅપટૉપ હસ્તગત કરવામાં આવ્યાં છે.
ઘરફોડીની આ ઘટના સાતમી માર્ચે નારપોલીના એક ગોડાઉનમાં બની હતી. ૨૦ વર્ષનો દિલીપ ચવાણ અને ૨૩ વર્ષનો અર્જુન રાઠોડ બન્ને ગોડાઉનમાં ઘૂસ્યા હતા અને ૨૩.૨૪ લાખનાં ૨૬ લૅપટૉપ ચોરીને નાસી ગયા હતા. આ સંદર્ભે નારપોલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
ADVERTISEMENT
નારપોલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જનાર્દન સોનાવણેએ કહ્યું હતું કે ‘અમે ગોડાઉન અને એની આસપાસના ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. સાથે જ ટેક્નિકલ તપાસ કરી આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. વધુ તપાસ કરતાં તેઓ કર્ણાટકના યદગીરમાં હોવાનું જણાઈ આવતાં અમારી એક ટીમ ત્યાં જઈ તેમને પકડી લાવી હતી. સાથે જ તેમણે ચોરેલાં બધાં જ લૅપટૉપ પાછાં મેળવવામાં આવ્યાં છે અને ચોરી કરતી વખતે વાપરેલી મોટરસાઇકલ પણ જપ્ત કરવામાં આવી છે. ચોરીના આ કેસમાં તેમની સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે નહીં એ વિશે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

