આ મામલામાં ૧૨૬૦ જેટલા લોકોની ઓળખ કરીને રમખાણના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન સહિત ૫૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી.
ફાઇલ તસવીર
નાગપુરમાં સોમવારે રમખાણ ફાટી નીકળ્યા બાદ ૧૧ વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો. જોકે હિંસક ઘટના બની હતી એ વિસ્તારને બાદ કરતાં નંદનવન અને સ્ટેશન કપિલનગરમાંથી ગઈ કાલે કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. શાંતિનગર, પાચપાવલી, કકડગંજ, સક્કરદરા અને ઇમામવાડામાં બપોરના બેથી સાંજના છ વાગ્યા સુધી કરફ્યુમાં રાહત આપવામાં આવી છે. કોતવાલી તહસીલ અને ગણેશપેઠમાં હિંસક ઘટના બની હતી એટલે અહીં કરફ્યુ કાયમ રાખવામાં આવ્યો છે. સોમવારે મોડી સાંજે મુસ્લિમોના ટોળાએ વાહનોની તોડફોડ કરવાની સાથે આગ ચાંપી હતી જેમાં મોટું નુકસાન થયું હતું. પોલીસે ગઈ કાલ સુધી આ મામલામાં ૧૨૬૦ જેટલા લોકોની ઓળખ કરીને રમખાણના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન સહિત ૫૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

