તોફાની તત્ત્વોએ હિંસાચાર વખતે મહિલા પોલીસ અધિકારીઓનો વિનયભંગ કર્યો હોવાના સમાચારના સંદર્ભમાં મુખ્ય પ્રધાને આ સ્ટેટમેન્ટ કર્યું
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
પોલીસ પર થયેલા હુમલાને કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય એવી સોમવારે વિધાનસભામાં જાહેરાત કર્યા બાદ ગઈ કાલે ફરી એક વાર રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે નાગપુરમાં પોલીસ પર હુમલો કરનારાઓને તેમની કબર ખોદીને પણ બહાર કાઢવામાં આવશે. પોલીસ પર કરવામાં આવેલો અટૅક એ અક્ષમ્ય અપરાધ છે. આરોપીઓને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે.’



