Nagpur Riots: વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળના આઠ સભ્યોએ કોટવાલી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હજુ સુધી કોઈ અંતિમ તારણ કાઢવામાં આવ્યું નથી
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્યની વિધાનસભામાં સંબોધન કરતી વખતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમ જ નાગપુરમાં થયેલા રમખાણ (Nagpur Riots) અંગે જવાબો આપ્યા હતા. તેઓએ વહીવટીતંત્રનું વલણ સ્પષ્ટ કરતાં એ વાતની ખાતરી પણ આપી હતી કે આ સમગ્ર મામલે જે કોઈ લોકો જવાબદાર હશે તે તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ છોડવામાં આવશે નહીં. પોલીસ પર હુમલો કરનારોને તો કબરમાંથી પણ ખોદીને શોધી કાઢવામાં આવશે.
આ સાથે જ તેઓએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે આ સમગ્ર મામલે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી, જેના કારણે હિંસા ફાટી નીકળી હતી. મુખ્યમંત્રીએ પોતાની વાતમાં ઉમેર્યું કે નાગપુરમાં એવી કોઈ ચાદર સળગાવવામાં આવી ન હતી જેના પર આયાત લખવામાં આવી હોય. મુખ્યમંત્રીએ કહ્યું કે અફવાઓ જાણીજોઈને ફેલાવવામાં આવી હતી કે આયાત સળગાવી દેવામાં આવી છે. આવી અફવા ફેલાવવામાં આવી ત્યારબાદ રમખાણ જેવી સ્થિતિ થઈ અને આખું નાગપુર ભડકે બળ્યું.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે પોલીસ કમિશનર (સીપી) એ કહ્યું હતું કે તપાસ ચાલુ (Nagpur Riots) છે અને હજુ સુધી કોઈ અંતિમ તારણ કાઢવામાં આવ્યું નથી. મારા અને પોલીસ કમિશનરના નિવેદનમાં કોઈ તફાવત નથી. આ હિંસામાં જેટલા પણ લોકો સામેલ છે તે તમામ લોકો સામે કડક વલણ અપનાવવામાં આવનાર છે. તેઓએ કહ્યું કે "જેણે પણ હુમલો કર્યો છે, અમે તેને કબરમાંથી પણ શોધી કાઢવામાં આવશે"
ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે વીએચપી અને બજરંગ દળના વિરોધ પ્રદર્શન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી, પરંતુ પોલીસ વચ્ચે સુરક્ષાને કારણે તે સમયે હિંસા થઈ ન હતી. જોકે, હિંસા સાંજે આઠ વાગ્યા પછી ફરી શરૂ થઈ હતી અને સાંજે બે વાગ્યા સુધી ચાલુ રહી હતી. હિંસક ઘટનાઓમાં 100થી વધુ વાહનોને આગ લગાડી દેવામાં આવી હતી.
નાગપુર હિંસા (Nagpur Riots)ના મામલે અત્યાર સુધીમાં 6 એફઆઈઆર નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 1250 લોકો સામે એફઆઈઆર નોંધી છે. તેમાંથી 100થી 200ની ઓળખ થઈ ચૂકી છે. હિંસામાં ત્રણ ડી. સી. પી. સહિત ઓછામાં ઓછા 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
નાગપુરના પોલીસ કમિશનર ડૉ. રવિંદર સિંઘલે જણાવ્યું હતું કે અત્યારે સ્થિતિ (Nagpur Riots) શાંતિપૂર્ણ છે, અમારા વરિષ્ઠ અધિકારીઓ લોકો સાથે વાત કરી રહ્યા છે. સીસીટીવી કેમેરાને કેવી રીતે નુકસાન થયું તેની અમે તપાસ કરી રહ્યા છીએ. મહત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે કે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળના આઠ સભ્યોએ કોટવાલી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, અને ત્યારબાદ બુધવારે તેમને જામીન આપવામાં આવ્યા છે.

