Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વક્ફ બોર્ડની બેઠકમાં UBTના નેતા હાજર ન રહેતા મુસ્લિમ નેતાઓ નારાજ? રાજકારણ ગરમાયું

વક્ફ બોર્ડની બેઠકમાં UBTના નેતા હાજર ન રહેતા મુસ્લિમ નેતાઓ નારાજ? રાજકારણ ગરમાયું

18 August, 2024 04:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Muslim Leaders upset as Shiv Sena UBT: જ્યારે સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર


કેન્દ્ર સરકારે વક્ફ એક્ટમાં સંશોધન સંબંધિત બિલને જેપીસીને મોકલી દીધું છે. જ્યારે સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ (Muslim Leaders upset as Shiv Sena UBT) સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો. આ બિલને ગેરબંધારણીય કહેવામાં આવ્યું હતું, પરંતુ સંસદભવનના ગૃહમાં ચર્ચા દરમિયાન શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT) ના સાંસદો ગાયબ રહ્યા હતા. જેને લઈને હવે મુસ્લિમ સંગઠનના લોકો યુબીટીથી નારાજ હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.


વક્ફ એક્ટમાં સંશોધન સંબંધિત બિલની ચર્ચા દરમિયાન યુબીટીના નેતાઓ સામેલ ન રહેતા હવે રાજ્યમાં નવો રાજકીય હોબાળો નિર્માણ થાય તેવી શક્યતા છે. આ વાતને લઈને મહારાષ્ટ્રના મુંબઈમાં શનિવારે 17 ઓગસ્ટના રોજ વક્ફ બોર્ડ (Muslim Leaders upset as Shiv Sena UBT) સંશોધન બિલને લઈને મુસ્લિમ સંગઠનની બેઠકમાં હોબાળો થયો હતો. વાસ્તવમાં, બેઠકમાં કેટલાક લોકોએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપવો જોઈએ કે જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે તેમના સાંસદો ગૃહમાં કેમ ન હતા? ઉદ્ધવ જૂથના કેટલાક મુસ્લિમ સમર્થકો આને લઈને ગુસ્સે થયા અને કહ્યું કે તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ, જેના પર ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન AIMIMના નેતા વારિસ પઠાણે પણ ઉદ્ધવ જૂથના સાંસદો પર સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે રાજકારણ વધુ ગરમાયું છે.



હવે આજે મુંબઈમાં હઝરત સૈયદ મોઈનુદ્દીન અશરફના નેતૃત્વમાં ઉલેમાનું એક પ્રતિનિધિમંડળ (Muslim Leaders upset as Shiv Sena UBT) સંયુક્ત સંસદીય સમિતિ (વક્ફ એમેન્ડમેન્ટ બિલ 2024) ના અધ્યક્ષ જગદંબિકા પાલને બપોરે એક વાગ્યે મળશે. તમને જણાવી દઈએ કે વક્ફ એમેન્ડમેન્ટ બિલ 2024 પર સૂચનો, વાંધાઓ અને ભલામણો રજૂ કરવા માટે આ બેઠક ઈસ્લામ જીમખાનામાં યોજાશે. આ વખતે તેનો નિર્ણય ઓલ ઈન્ડિયા સુન્ની જમીયતુલ ઉલમા દ્વારા લેવામાં આવ્યો છે. જો સૂત્રોનું માનીએ તો, શિવસેના (UBT) નું કહેવું છે કે જે દિવસે બિલ રજૂ કરવામાં આવ્યું હતું તે દિવસે સંસદસભ્યોની દિલ્હીમાં ઉદ્ધવ ઠાકરે સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક હતી, તેથી તે હાજરી આપી શક્યા ન હતા. જ્યારે શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે આ મુદ્દે કહ્યું હતું કે તેમની પાર્ટી વિપક્ષ "ઈન્ડિયા" ગઠબંધનનો ભાગ છે અને લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે તેના સાંસદોએ હાજર રહેવું જરૂરી નથી. સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્યએ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ વક્ફ (MSBW) ને વકફ સંસ્થાઓની જાહેર સુનાવણી હાથ ધરવાને બદલે તેમને અધ્યક્ષની ચેમ્બરમાં રાખવા વિનંતી કરી છે. ભિવંડી (પૂર્વ)ના ધારાસભ્ય રઈસ શેખે કહ્યું કે તેમણે MSBWને 184 વક્ફ સંસ્થાઓની સુનાવણી અંગે પત્ર લખ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2024 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK