ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના અધિકારીઓએ કહ્યું કે માર્ચના પહેલા અઠવાડિયા દરમિયાન દૈનિક અધિકતમ તાપમાન સામાન્યથી 4-5 ડિગ્રી વધારે હોવાની શક્યતા છે.
Mumbai Weather
પ્રતીકાત્મક તસવીર
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના અધિકારીઓએ કહ્યું કે માર્ચના પહેલા અઠવાડિયા દરમિયાન દૈનિક અધિકતમ તાપમાન સામાન્યથી 4-5 ડિગ્રી વધારે હોવાની શક્યતા છે. (Mumbai Weather Update)
પહેલા અઠવાડિયા માટે, દિવસનું સરેરાશ તાપમાન 33 અને 36 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું રહેશે, જે સામાન્ય સ્તરે લગભગ 3-5 ડિગ્રી વધારે રહેશે. મહારાષ્ટ્રના અંદરના ભાગ જેમ કે જલગાંવ અને નાસિકમાં રોજિંદું તાપમાન 38 ડિગ્રી સુધી જઈ શકે છે.
ADVERTISEMENT
આ સિવાય, હવામાન વિભાગે કહ્યું કે 5થી 7 માર્ચ દરમિયાન, રાયગઢ, કોલ્હાપુર, વિદર્ભ અને અહમદનગર જેવા ક્ષેત્રોની સાથે-સાથે મુંબઈના જુદાં-જુદાં વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ બિનમોસમ વરસાદ થકી શહેર અને રાજ્યમાં પણ ગરમ દિવસોની શક્યતા છે.
2 માર્ચે મુંબઈની સાંતાક્રૂઝ વેધશાળામાં અધિકતમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે સામાન્યથી બે ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે સામાન્યથી બે ડિગ્રી વધારે છે. ન્યૂનતમ તાપમાન પણ 21.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું.
આ પણ વાંચો : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માર્ચથી મે દરમિયાન લૂ માટે જાહેર કરી ખાસ એડવાઈઝરી
આ દરમિયાન, કોલાબા વેધશાળાએ અધિકતમ અને ન્યૂનતમ તાપમાન ક્રમશઃ 32.2 અને 22.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. આ સિવાય, એક દિવસ પહેલા સાંતાક્રૂઝ વેધશાળાએ બુધવાર, 1 માર્ચે અધિકતમ તાપમાન 33.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે સામાન્યથી બે ડિગ્રી વધારે છે. ન્યૂનતમ તાપમાન 19.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.