બીએમસીના શિવાજી પાર્ક, ચેંબૂર, મુલુંડ, કાંદિવલી અને અંધેરીમાં શાહજી રાજે સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલની સુવિધા છે.
પ્રતીકાત્મક તસવીર
બૃહ્નમુંબઈ નગર નિગમ (BMC)એ મલાડ અને દહિસરમાં સ્વિમિંગ પૂલનું 80 ટકા કામ પૂરું કરી લીધું છે, જેના સપ્ટેમ્બર 2022માં ચાલુ હોવાની શક્યતા છે. બીએમસીના શિવાજી પાર્ક, ચેંબૂર, મુલુંડ, કાંદિવલી અને અંધેરીમાં શાહજી રાજે સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલની સુવિધા છે.
વધતી માગને જોતા, બીએમસીએ મુંબઈમાં છ વધુ સ્વિમિંગ પૂલ પર કામ કરવાનો નિર્ણય લીધો. મલાડ અને દહિસરના લોકો આ યોજનાનો ભાગ છે. બીએમનો લક્ષ્ય એવર્ટ વૉર્ડમાં સ્વિમિંગ પૂલ બનાવવુંછે. યોજના હેઠળ દહિસરમાં જ્ઞાનધારા ગાર્ડન, ગોવંડીમાં રમાબાઈ આંબેડકર નગર, કોંડિવિતા (અંધેરી પૂર્વ), ઇંદિરા ગાંધી મનોરંજન મેદાન (અંધેરી પશ્ચિમ), મલાડમાં ચાચા નેહપૂ ગાર્ડન અને વર્લી હિલ જળાશયમાં નવા પૂલ બનાવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ડિપ્ટી મ્યૂનિસિપલ કમિશનર કિશોર ગાંધીએ જણાવ્યું કે મલાડ અને દહિસર સ્વિમિંગ પૂલનું કામ આવતા મહિને પૂરું થઈ જશે, આથી તેને મૉનસૂન પછી સપ્ટેમ્બરમાં જનતા માટે શરૂ કરવામાં આવશે. અંધેરીના સ્વિમિંગપુલને માર્ચ 2023માં ખોલવામાં આવશે, વિક્રોળી અને વર્લી સ્વિમિંગ પૂલનું કામ મે 2023 સુધી પૂરું થઈ જશે.

