Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુમસામ રોડ ને કેસરિયા ગીત... મુંબઈ પોલીસ અને મુંબઈકરની ગ્રેટ `લવ સ્ટોરીયાં` જુઓ

સુમસામ રોડ ને કેસરિયા ગીત... મુંબઈ પોલીસ અને મુંબઈકરની ગ્રેટ `લવ સ્ટોરીયાં` જુઓ

Published : 26 December, 2022 01:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ પોલીસે એક વીડિયો શેર કર્યો છે. જેમાં અડધી રાત્રે સુમસામ રોડ ને કેસરિયા ગીત પર મુંબઈકર અને મુંબઈ પોલીસની લવ સ્ટોરીયાં જોવા મળી રહી છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: મુંબઈ પોલીસ ઈન્સ્ટાગ્રામ )

Watch Video

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: મુંબઈ પોલીસ ઈન્સ્ટાગ્રામ )


આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈમાં લોકોની સુરક્ષા માટે હંમેશાં તત્પર રહેતી મુંબઈ પોલીસ કોઈના કોઈ કારણસર લાઈમ લાઈટમાં રહેતી હોય છે. ક્યારેક મ્યુઝિક બેન્ડ સાથે ટ્રેન્ડિંગ ગીતનું રિક્રિએશન કરવું તો ક્યારેક પોતાની ફરજ ઉપરાંત માનવતાના ઉદાહરણરૂપે મુંબઈગરાંઓની નજીક રહી છે મુંબઈ પોલીસ. હાલમાં મુંબઈ પોલીસે ઈન્સ્ટાગ્રામ પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે, જેમાં અડધી રાત્રે, સુમસામ રસ્તા પર કેસરિયા ગીત સાથે મુંબઈકર અને પોલીસ કર્મચારીઓની લવ સ્ટોરીયાં જોવા મળી રહી છે.  . 


હકીકતે, મુંબઈ પોલીસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક યુવક ગિટાર વગાડી `કેસરિયા તેરા ઈશ્ક` ગીત ગાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ-ચાર યુવકોનું એક ગ્રુપ અને બે પોલીસ કર્મીઓ રસ્તા પર ઉભા છે. આ દરમિયાન એક યુવક ગિટાર સાથે પોલીસ કર્મીઓ માટે `કેસરિયા તેરા ઈશ્ક` ગીત ગાઈ રહ્યો છે. તેમજ પોલીસ કર્મચારીઓ  પણ આ ગીતમાં મગ્ન થઈ યુવકના અવાજને માણી રહ્યાં છે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mumbai Police (@mumbaipolice)


યુવકનો અવાજ સાંભળી પોલીસ કર્મચારીના ચહેરા પર પણ હળવું સ્મિત આવી જાય છે. આ વીડિયો મરિન ડ્રાઈવના આસપાસના કોઈ વિસ્તારનો છે. મુંબઈ પોલીસે આ વીડિયો શેર કરી લખ્યું  છે કે `મુંબઈકર અને મુંબઈ પોલીસની ગ્રેટ લવ સ્ટોરીયાં.`


આ પણ વાંચો: 
 
ખેર, આવી અનેક નાની ઘટનાઓ કેટલીય વાર પ્રકાશમાં આવી છે. જેમાં મુંબઈગરાંનો મુંબઈ પોલીસ સાથે એક અલગ પ્રકારનો સ્નેહનો સંબંધ જોવા મળે છે.  

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2022 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK