દહાણુથી ચર્ચગેટ તરફ આવી રહેલી લોકલમાં ગઈ કાલે સવારના ૧૦ વાગ્યે એક યુવક દિવ્યાંગો માટેના ડબામાં પ્રવાસ કરતો જોવા મળ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
દહાણુથી ચર્ચગેટ તરફ આવી રહેલી લોકલમાં ગઈ કાલે સવારના ૧૦ વાગ્યે એક યુવક દિવ્યાંગો માટેના ડબામાં પ્રવાસ કરતો જોવા મળ્યો હતો. આથી રેલવે પ્રોટેક્શન ફોર્સના કૉન્સ્ટેબલોએ આ યુવકને વસઈ રેલવે સ્ટેશન પર ઊતરી જવાનું કહ્યું હતું. જોકે કૉન્સ્ટેબલોની વાત માનવાને બદલે યુવકે તેમની મજાક ઉડાવી હતી. આથી એક કૉન્સ્ટેબલ ડબામાં ચડ્યો હતો અને તેણે યુવકનો હાથ પકડીને ટ્રેનમાંથી ઉતાર્યો હતો. બહાર આવ્યા બાદ પણ યુવકે કૉન્સ્ટેબલ સાથે ઝઘડો કર્યો હતો અને એક કૉન્સ્ટેબલના હાથમાં બચકું ભરી લીધું હતું. યુવકના દાંત હાથમાં વાગવાથી કૉન્સ્ટેબલના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પોલીસ પર હુમલો કરવાના આરોપસર બાદમાં યુવકની ધરપકડ કરવામાં આવી હતી.