મુંબઈમાં રવિવારે સવારે એક ઝડપી ગતિએ દોડતી એસયૂવીની ચપેટમાં આવતા એક 42 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે, મહિલા જૉગિંગ કરી રહી હતી અને માનવામાં આવી રહ્યું છે કે પાછળથી આવતી કારે તેને કચડી નાખી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ Mumbaiમાં રવિવારે સવારે એક ઝડપી ગતિએ દોડતી એસયૂવીની ચપેટમાં આવતા એક 42 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે, મહિલા જૉગિંગ કરી રહી હતી અને માનવામાં આવી રહ્યું છે કે પાછળથી આવતી કારે તેને કચડી નાખી. આ ઘટના બાન્દ્રા વર્લી સીલિંકથી થોડાંક જ મીટરના અંતરે વર્લી સીફેસ પર વર્લી ડેરી નજીક સવારે સાડા છ વાગ્યે ઘટી. મૃતક મહિલા દાદર-માટુંગા વિસ્તારની રહેવાસી હતી.
મેડિકલ તપાસ બાદ ચાલકની ધરપકડ કરવામાં આવી છે. કહેવાતી રીતે ડ્રાઈવરે કાર પરનું નિયંત્રણ ગુમાવ્યું અને પીડિતાને નીચે પાડ્યા બાદ ડિવાઈડર સાથે અથડાયો. કારની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. માથામાં ગંભીર ઈજા થતાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઝડપી ગતિની કારની આ અથડામણ જોરદાર હતી કે તે હવામાં ઉછળીને જમીન પર પડી ગઈ. મહિલાને નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આી પણ ત્યાં પહોંચતા તેને ત્યાં મૃત જાહેર કરી દેવામાં આવી.
ADVERTISEMENT
જો કે, પોલીસે પુષ્ઠિ કરી છે કે ધરપકડાયેલ આરોપી શરાબના નશામાં નહોતો. કેસમાં આગળની તપાસ ચાલી રહી છે. ઘટના સમયે જે ડ્રાઈવર ઝડપી ગતિએ ગાડી ચલાવતો હતો, તેને સામાન્ય ઈજા થઈ છે. એક 23 વર્ષીય ડ્રાઈવર સુમેર મર્ચેન્ટ તાડદેવ રહેવાસી છે અને પીડિતાની ઓળખ રાજલક્ષ્મી રામ કૃષ્ણન તરીકે થઈ છે.
આ પણ વાંચો : Mumbai: બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં ચોરોએ કરી હાથની સફાઈ, લાખોના ઘરેણાંની ચોરી
સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડીને વરલી પોલીસને સોંપી દીધો. રાજલક્ષ્મી એક ટેક્નોલૉજી કંપનીનાં સીઈઓ હતાં. તે એક ફિટનેસ ફ્રીક હતી અને શિવાજી પાર્કથી જૉગર્સ ગ્રુપનો ભાગ હતી. ડ્રાઈરના બ્લડ સેમ્પલ્સના રિપૉર્ટની રાહ જોવામાં આવી રહી છે અને તેના પર બેદરકારીથી વાહન ચલાવવાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મર્ચેન્ટને દાદરની હૉલિડે કૉર્ટમાં રજૂ કરવામાં આવશે.