ગોરેગાંવની 35 વર્ષની મહિલા સાથે 11 લાખ રૂપિયાની ઠગી, ત્રણ મહિનાથી મહિલા થઈ રહી છે હેરાન. તેમ છતાં પોલીસના પેટનું પાણી પણ નથી હલતું, નથી નોંધી રહી એફઆઈઆર
Crime News
પ્રતીકાત્મક તસવીર
ગોરેગાંવની રહેવાસી 35 વર્ષની એક મહિલા ત્રણ મહિના પહેલા 11 લાખની ઠગીનો શિકાર બની હતી, પણ પોલીસે અત્યાર સુધી એફઆઈઆર નોંધ્યો નથી. ગયા વર્ષે નવેમ્બર, 2022માં દિંડોશી થાણામાં પોતાનું નિવેદન નોધાવનારી ફરિયાદકર્તા હજી પણ એફઆઈઆર નોંધાવવા માટે ધક્કા ખાઈ રહી છે. જણાવવાનું કે આ વિશે થાણાના સીનિયર ઈન્સ્પેક્ટરને મળી ચૂકી છે અને તેના 15 દિવસ પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી.
પિતાની બીમારીના બહાને ઠગ્યા પૈસા
ફરિયાદકર્તા સોશિયલ મીડિયા દ્વારા 2015માં એક વ્યક્તિના સંપર્કમાં આવી અને બન્નેની મિત્રતા થઈ ગઈ. તેણે દાવો કર્યો કે તે તાતા ટ્રસ્ટમાં માર્કેટ કેપિટાલિસ્ટ તરીકે કામ કરે છે. તેણે ફરિયાદકર્તાને આશ્વાસન આપ્યું કે તે તેને રતન તાતા સાથે મુલાકાત કરાવશે.
ADVERTISEMENT
આ બહાને તેણે એવી સ્થિતિ અને અસાઈન્મેન્ટ્સ બનાવ્યા જેથી તેને તે વર્ષે 2019માં 2.03 લાખ રૂપિયા અને 2020માં 1.78 રૂપિયા આપ્યા. એપ્રિલ 2021માં કોવિડના સમયમાં સંબંધિત વ્યક્તિએ પોતાના પિતાની બીમારીના બહાને તેની પાસેથી 13.31 લાખ રૂપિયા ઠગી લીધા. તે ઑક્ટોબર 2022 સુધી તેને પૈસા મોકલતી રહી.
સંબંધિત વ્યક્તિએ બે વર્ષના સમયમાં ફરિયાદકર્તાને 6.32 લાખ રૂપિયા પાછા પણ આપ્યા. પછી તેના 7.50 લાખ રૂપિયાના બે ચેક બાઉન્સ થઈ ગયા છે. આ વિશે વાત કરવા સંબંધિત વ્યક્તિએ તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. એવામાં સ્તબ્ધ થઈને ફરિયાદકર્તાને સમજાયું નહીં કે તે આગળ શું કરે. પછી કાયદાકીય સલાહ લઈને તેણે પોલીસ પાસે જવાનો નિર્ણય લીધો.
એફઆઈઆર પર ટાળંટાળ
ત્યાર બાદ ફરિયાદકર્તાની એફઆઈઆર નોંધાવવાની દોડ શરૂ થઈ. ફરિયાદકર્તાએ 4 ડિસેમ્બરના પોતાના નિવેદન નોંધાવ્યા અને બધી ચેટ તેમજ બેન્ક સ્ટેટમેન્ટ સહિત જરૂરી વસ્તુઓ આપી. તેમ છતાં એફઆઈઆર નોંધવામાં આવ્યો નહીં, પણ એક પછી એક એમ બે તપાસ અધિકારીઓની બદલી થઈ ગઈ.
કેસમાં કોઈ પ્રગતિ ન થતા ફરિયાદકર્તાએ 27 જાન્યુઆરીના ફરીથી ફરિયાદનામું લખ્યું કે કેસમાં કોઈ પ્રગતિ થઈ નહીં. એવામાં ફરિયાદકર્તા વરિષ્ઠ નિરીક્ષક પાસે પહોંચી. તેમણે આશ્વાસન આપ્યું છે કે તે આ મામલે ધ્યાન આપશે, તેમ છતાં આ કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. ફરિયાદકર્તાનું કહેવું છે કે તે પોતાના ઋણ માટે ભારે કિંમત ચૂકવી રહી છે, જ્યારે પોલીસ આ મામલે ધ્યાન નથી આપી રહી.
આ પણ વાંચો : હાય હાય!! એરોપ્લેનમાં થયેલી પીપી હવે પહોંચી ટ્રાવેલની બસ સુધી
ફરિયાદકર્તાના વકીલનું આ વિશે કહેવું છે કે ઉચ્ચતમ ન્યાયાલયના 5 ન્યાયાધીશોનો નિર્ણય છે કે જો કોઈ સૂચના સાથે સંજ્ઞેય ક્રાઈમ મળે હોય તો એફઆઇઆર નોંધાવવો ફરજિયાત છે. કમર્શિયલ ક્રાઈમમાં પ્રારંભિક તપાસ થઈ શકે છે, પણ ફરિયાદકર્તાને આ વિશે કહેવામાં આવેલું હોવું જોઈએ, પણ આ મામલે એવું નથી થઈ રહ્યું. આ પ્રમાણે દિંડોશી પોલીસ પોતાની જવાબદારીથી ભાગી રહી છે અને કારણવગર સમય વેડફી રહી છે.