ગુલાબી ઠંડીના કારણે મુંબઈમાં રંગીન વાતાવરણ, તાપમાન ઘટીને 14.8 ડિગ્રી
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર ભારતની કડકડતી ઠંડીનો અસર મુંબઈમાં પણ જોવા મળી રહ્યો છે. મુંબઈવાસીઓને પણ સવારે-સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર મુંબઈના સાંતાક્રુઝમાં શુક્રવારે સવારે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ પહેલા છેલ્લા 6 મહિના શિયાળાના આ વાતાવરણમાં શહેરનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર દિશાઓથી પવન ફૂંકાવાના કારણે પારો નીચે ઉતરી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક તાપમાનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ આગામી દિવસોમાં ધીમે ધીમે તેમાં વધારો થવાની સંભાવના છે.
નોંધનીય છે કે મુંબઈમાં ગુરૂવારની જેમ બુધવારેનો દિવસ પણ ઠંડો રહ્યો હતો, સતત તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. બુધવારે લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગુરૂવારે 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સીઝનમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન હતું.
ADVERTISEMENT
હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં સાંતાક્રુઝમાં 15.2 અને કોલાબામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય તાપમાનથી 2 ડિગ્રી ઓછું નોંધાયું હતું. હવામાન વિભાહના ડેપ્યુટી ડાયરેક્ટર કે.એસ.હોસલિકર પાસેથી મળેલી જાણકારી અનુસાર ઉત્તર પવનને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ઠંડી વધી રહી છે. આઇએમડીએ બુધવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી હતી. હોસલિકરે કહ્યું કે દેશના ઉત્તરીય ભાગમાં તાપમાનમાં ઘટાડો થતાં મહારાષ્ટ્રના હવામાનને પણ અસર થઈ રહી છે. ઠંડા પવનોને કારણે રાજ્યના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ કરવામાં આવી રહ્યો છે. આગામી કેટલાક દિવસો સુધી હવામાન ઠંડું રહેવાની સંભાવના છે.

