ભારતીય હવામાન વિભાગે રવિવાર અને સોમવારે કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ (Mumbai Weather) જાહેર કર્યું છે. ઑરેન્જ ઍલર્ટ 24 કલાકમાં 64.5 મીમીથી વધુ ભારે વરસાદની ચેતવણી આપે છે
પ્રતીકાત્મક તસવીર
ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department)એ રવિવારે મુંબઈ અને તેની નજીકના ઉપનગરોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી (Mumbai Weather) કરી છે. હવામાન વિભાગની વેબસાઇટ પર જણાવાયું છે કે, “શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદની સંભાવના સાથે સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે. અવારનવાર તોફાની પવનો 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.”