Mumbai Weather: આગામી 24 કલાક માટે મુંબઈ શહેર અને તેના પરા વિસ્તારોમાં મોટેભાગે સ્વચ્છ આકાશ જોવા મળી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ઠંડીના ચમકારાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે મુંબઇમાં 18 ડિગ્રી સુધી વાતાવરણમાં (Mumbai Weather) ઘટ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે મુંબઈમાં તાપમાનમાં આ રીતે જે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તે વતાવરણમાં ઠંડકનું પ્રણામ દર્શાવે છે.
આજે આકાશ સ્વચ્છ રહેશે- શું કહ્યું હવામાન વિભાગે?
ADVERTISEMENT
ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના મુંબઈ હવામાન અપડેટ્સ અનુસાર મુંબઈમાં આજે રવિવાર એટલે કે ડિસેમ્બર 1 ના રોજ આકાશ સ્વચ્છ રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે, આ સાથે જ સવારે 20 ડિગ્રી સેલ્સિયસથી લઈને દિવસ દરમિયાન 33 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનનો પારો જઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ (Mumbai Weather) દ્વારા મુંબઈના હવામાન માટે જે અપડેટ આપવામાં આવ્યા છે તે અનુસાર જોઈએ તો મુંબઈની સાંતાક્રુઝ વેધશાળામાં ઉપનગરીય મુંબઈમાં મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.
હવામાન વિભાગના આ ડેટા દર્શાવે છે કે કોલાબામાં શહેરની વેધશાળામાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગ (Mumbai Weather) દ્વારા જે માહિતી સામે આવી છે તે અનુસાર જોઈએ તો મુંબઈમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 60 ટકા જેટલું નોંધાયું છે.
આગામી ચોવીસ કલાક કેવું રહેશે મુંબઈનું આકાશ?
IMDના નવીનતમ મુંબઈ હવામાન અપડેટમાં જણાવ્યા અનુસાર આગામી 24 કલાક માટે મુંબઈ શહેર અને તેના પરા વિસ્તારોમાં મોટેભાગે સ્વચ્છ આકાશ જોવા મળી શકે છે.
હવાની ગુણવત્તા કેવી છે મુંબઈમાં?
મોટેભાગે હવાની ગુણવત્તા (Mumbai Weather) માટે AQIના આંકડા જોવામાં આવતા હોય છે. મુંબઈમાં AQIનું સ્તર વધારે ઊંચું જોવા મળ્યું છે. એટલે કે હવા નબળી છે અને જોખમી પણ. આને કારણે રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
કયા કયા વિસ્તારોમાં નબળી હવા?
1 ડિસેમ્બરના રોજ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર ઍપ અનુસાર જોવામાં આવે તો મુંબઈ શહેરની હવાની ગુણવત્તા `મધ્યમ` શ્રેણીમાં રહી હતી, જેમાં સવારે 9:05 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 155 નોંધવામાં આવ્યો હતો. આ ડેટા અનુસાર સમગ્ર મુંબઈના ઘણા વિસ્તારોમાં `મધ્યમ` AQI નોંધાયો છે. મુલુંડ અને મલાડમાં અનુક્રમે 238 અને 203ની AQI સાથે `નબળી` હવાની ગુણવત્તા નોંધવામાં આવી હતી. કાંદિવલી અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સે અનુક્રમે 115 અને 142 ની AQI સાથે `મધ્યમ` હવાની ગુણવત્તા રેકોર્ડ કરી.
Mumbai Weather: તમને જણાવી દઈએ કે જો AQI 0થી 100 સુધી હોય તો તે હવાની ગુણવત્તા `સારી` હોય એમ દર્શાવે છે. જો તે 100થી 200 વચ્ચે હોય તો `મધ્યમ` અને 200થી 300 વચ્ચે હોય તો `નબળી` હવાની સાક્ષી પૂરે છે. પણ જો તે 300થી 400 હોય તો `ખૂબ નબળી` અને 400થી 500 કે તેથી વધુ હોય તો `ગંભીર` ગણવામાં આવે છે.

