Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Weather: ગરબા રમવા નીકળો તો છત્રી ભેગી રાખજો, હવામાન વિભાગે કરી છે આગાહી

Mumbai Weather: ગરબા રમવા નીકળો તો છત્રી ભેગી રાખજો, હવામાન વિભાગે કરી છે આગાહી

Published : 03 October, 2024 10:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Weather: દિવસ દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હળવા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)


કી હાઇલાઇટ્સ

  1. શહેરની હવાની ગુણવત્તા પ્રમાણમાં સારી નોંધાઈ છે
  2. આગામી દિવસોમાં હળવા વરસાદી ઝાપટાંનો અનુભવ થઈ શકે છે
  3. આજનો એકયુઆઈ હવાની ગુણવત્તા સારી હોવાનો દર્શાવે છે

આજથી જ્યારે નવરાત્રિ પર્વનો આરંભ થયો છે ત્યારે મુંબઇમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે. સાથે જ મુંબઇમાં વાતાવરણમાં ભેજ (Mumbai Weather)નો અનુભવ લોકો કરી રહ્યા છે. 


આજે કેવું રહેશે વાતાવરણ?



મુંબઈમાં આજના વાતાવરણની વાત કરીએ તો દિવસ દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ દિવસમાં હળવા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આજે તાપમાન આશરે લઘુત્તમ 26.0થી મહત્તમ 31.0 ડિગ્રી રહેવાનું છે. આજે ભરતીના મોજાં સવારે 00:10 વાગ્યે 4.07 મીટરની ઊંચાઈએ ઉછળશે એવા અનુમાન છે. ત્યારબાદ ફરી બપોરે 12:10 વાગ્યે 4.1 મીટરની ઊંચાઈએ મોજા ઉછળશે.


આજે મુંબઇમાં હવાની ગુણવત્તા કેવી?

આજે નવરાત્રિના પ્રથમ દિવસે મુંબઈ શહેરની હવાની ગુણવત્તા (Mumbai Weather) `સારી` રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર એપ મુજબ આજે સવારે 8.53 વાગ્યે 75ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સાથે શહેરની હવાની ગુણવત્તા પ્રમાણમાં સારી નોંધાઈ છે.


નવી મુંબઇમાં હવાની ગુણવત્તા આજે કેવી?

હવે આપણે નવી મુંબઈની આજની હવાની ગુણવત્તાની વાત કરીએ. સમીર એપ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ ડેટા અનુસાર, આજનો એકયુઆઈ હવાની ગુણવત્તા સારી હોવાનો દર્શાવે છે. આજનો AQI 86 નોંધવામાં આવ્યો હતો. નવી મુંબઈમાં સ્થિત નેરુલમાં 109નો મધ્યમ AQI નોંધાયો હતો. દરમિયાન થાણેમાં AQI 100 નોંધાયો છે.

મુંબઇમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

મિત્રો, મુંબઈ શહેરનું આગામી દિવસોના વાતાવરણ (Mumbai Weather) વિષે વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગએ જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હળવા વરસાદી ઝાપટાંનો અનુભવ થઈ શકે છે.

મુંબઇમાં પડોશ વિસ્તારમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

મુંબઈ તેમ જ તેના પડોશ વિસ્તારોની આગામી દિવસોની વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગ જણાવે છે કે વિસ્તારોમાં ઝરમર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીં આગામી દિવસોમાં વાદળછાયું આકાશ રહેવાનું છે. જણાવી દઈએ કે અહીં મહત્તમ તાપમાન અંદાજે 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. પવનની ઝડપ 3.7 કિલોમીટર પ્રતિ કલાક છે અને ભેજ હજુ સુધી જાણી શકાયો નથી.

મુંબઈમાં હવાની ગુણવત્તા સુધારવા બીએમસીએ કમર કસી

મુંબઈમાં હવાની ગુણવત્તા (Mumbai Weather) સુધારવા માટે વિવિધ પ્રોજેક્ટો ચલાવવામાં આવી રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કારના ઉત્સર્જન, બાંધકામ સ્થળો પર પોલ્યુશન અટકાવવા અને વિસ્તારોને નિયંત્રિત કરવા અને ઈલેક્ટ્રિક વાહનો માટે ઈન્સેન્ટિવ સહિત અન્ય બાબતો પર કાયદાઓ અમલમાં મૂક્યા છે. મહારાષ્ટ્ર સરકારે ‘ક્લીન એર એક્શન પ્લાન’ણો પણ પ્રારંભ કર્યો છે. જેનો હેતુ વિવિધ સ્ત્રોતોમાંથી ઉત્સર્જન ઘટાડવાનો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK