Mumbai Water Cut: ભાયખલા નવાનગર, ડોકયાર્ડ રોડ ખાતેની જૂની 1,200 એમએમ વ્યાસની જળવાહીની બંધ કરવામાં આવનાર છે.
પાણી પુરવઠા માટેની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ઇ વોર્ડમાં પાણી પુરવઠામાં સુધારો કરવાનું કાર્ય હાથ ધરાશે
- 1,200 એમએમ વ્યાસની નવી જળવાહીની શરૂ કરવામાં આવનાર છે
- 17મી જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી 18મી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધી પાણી બંધ
ભાયખલા નવાનગર, ડોકયાર્ડ રોડ ખાતેની જૂની 1,200 એમએમ વ્યાસની જળવાહીની બંધ કરવામાં આવનાર છે. આ જ કારણોસર મુંબઈમાં અનેક ઠેકાણે 17 જાન્યુઆરીના રોજ પાણી પુરવઠો બંધ (Mumbai Water Cut) રહેશે.
ઇ વોર્ડ એટલે જ કે ડોકયાર્ડ રોડ, નાયગાંવ અને ભાયખલા વિસ્તારમાં પાણી પુરવઠામાં સુધારો કરવા માટેનું કાર્ય હાથ ધરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર BMC ભંડારવાડા જળાશયમાંથી પસાર થતી જૂની પાઇપલાઇનને પણ બદલવાનું કાર્ય કરવામાં આવશે.
ADVERTISEMENT
બીએમસી દ્વારા અમુક સુધારા માટેની સમારકામ કામગીરીને પગલે પાણી પુરવઠા પર અસર થવાની છે. આ જ કારણોસર રહેવાસીઓએ નોંધવું કે બુધવાર અને ગુરુવારે એ, બી અને ઇ વોર્ડમાં પાણી પુરવઠાને અસર (Mumbai Water Cut) થશે. આ ઉપરાંત જેજે હોસ્પિટલ વિસ્તારમાં પાણીનું ઓછું દબાણ રહેશે.
કયું કામ હાથ ધરવામાં આવનાર છે?
પ્રાપ્ત માહિતી અનુસાર 1,200 એમએમ વ્યાસની નવી જળવાહીની શરૂ કરવામાં આવનાર છે. તે ઉપરાંત ભંડારવાડા વોટર ચેનલ પર બેરેજ નાખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ઉપરોક્ત નિર્ધારિત કાર્યને કારણે આવતીકાલે એટલે કે 17મી જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી 18મી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધી કોલાબા, સેન્ડહર્સ્ટ રોડ, ભાયખલા વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. તેથી જે. જે. હોસ્પિટલ વિસ્તારમાં ઓછા દબાણથી પાણી પુરવઠો (Mumbai Water Cut) આપવામાં આવશે.
18 જાન્યુઆરીએ આ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે
કોલાબા એ ડિવિઝનમાં પાણી પુરવઠો બંધ
Mumbai Water Cut : નેવલ ડોકયાર્ડ સપ્લાય : સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ, પી. ડિમેલો રોડ, રામગઢ ઝૂંપડપટ્ટી, આર બી.આઈ., નેવલ ડોકયાર્ડ, શહીદ ભગતસિંહ માર્ગ, જી. પી. ઓ. જંકશનથી રીગલ સિનેમા સુધી પાણી પુરવઠો બંધ રહેશે
ભાયખલા ઇ વિભાગમાં ક્યાં પાણી પુરવઠો બંધ?
નેસ્બિટ ઝોન: એન. એમ. જોષી માર્ગ, મદનપુરા, કમાથીપુરા, એમ. એસ. અલી માર્ગ, એમ. એ. માર્ગ, અગ્રીપાડા, ટાંકી પાકખાડી માર્ગ, ક્લેર રોડ, સોફિયા જુબેર માર્ગ, ભાયખલા (પશ્ચિમ) મ્થારપક્કડી રોડ ઝોન : મ્થારપક્કડી માર્ગ, સેન્ટ મેરી રોડ, નેસબિટ રોડ, તાડવાડી રેલ્વે વાડ (પાણી પુરવઠાનો સમય સવારે 6.30 થી 8.15 વાગ્યા સુધી)
સેન્ડહર્સ્ટ રોડ/વિભાગ બી- બાબુલા ટાંકી ઝોન: મોહમ્મદ અલી માર્ગ, ઇબ્રાહિમ રહીમતુલા માર્ગ, ઇમામવાડા માર્ગ, ઇબ્રાહિમ મર્ચન્ટ માર્ગ, યુસુફ મેહર અલી માર્ગમાં પણ પાણી પુરવઠો બંધ રહેશે.
17 જાન્યુઆરીએ પણ અમુક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રેવકનો છે. તે વિસ્તારો એટલે કે....
બેરિસ્ટર નાથ પાઈ માર્ગ, ડી`મેલો સ્ટ્રીટ, ગનપાઉડર રોડ, કાસર ગલી, હાથી બાગ. શેઠ મોતીશાહ લેન, ડીએન સિંઘ માર્ગ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ. દારુખાના, ઘોડપદેવ ચેડ ગલી નં. 1-3, ઉમરખાડી, વાલપાખાડી, રામચંદ્ર ભટ માર્ગ, દાણાબંદર અને આઝાદ મેદાન