મુંબઈ લોકલ ટ્રેન(Mumbai Local Train)ટૂંક સમયમાં ઈતિહાસ બની જશે!? ભવિષ્યમાં ખરેખર આવું થવાની સંભાવના છે. કારણ કે મુંબઈ રેલવે વિકાસ નિગમ (MRVC)એ 238 વંદે ભારત મેટ્રો ટ્રેનની ખરીદીને મંજૂરી આપી છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ(Mumbai)ની લાઈફલાઈન સમાન મુંબઈ લોકલ ટ્રેન(Mumbai Local Train)ટૂંક સમયમાં ઈતિહાસ બની જશે!? ભવિષ્યમાં ખરેખર આવું થવાની સંભાવના છે. કારણ કે મુંબઈ રેલવે વિકાસ નિગમ (MRVC)એ 238 વંદે ભારત મેટ્રો ટ્રેનની ખરીદીને મંજૂરી આપી છે. ઉપનગરીય રેલવે નેટવર્કની પ્રગતિની દિશામાં આને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જાણો છો કયારે આ સેવા શરૂ થશે અને તેના રૂટ તથા સમય શું હશે?
મુંબઈ રેલવે વિકાસ નિગમના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મુંબઈમાં સ્થાનીય સ્તર પર 238 વંદે ભારત મેટ્રો ટ્રેન (Vande Bharat Metro Train) ટૂંક સમયમાં શરૂ થશે. મુંબઈ અર્બન ટ્રાંસપોર્ટ પ્રોજેક્ટ-3(MUTP-3)અને 3એ (MUTP-3A)હેઠળ આ ડિલ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આનું ઉત્પાદન મેક ઈન ઈન્ડિયા(Make In India)ની ગાઈડલાઈન્સ અનુસાર કરવામાં આવશે. રેલવે નેટવર્કની ક્ષમતા વધારવા માટે આ પરિયોજના રેલ મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકાર અંતર્ગત લાગૂ કરવામાં આવશે. આ પરિયોજના પર 10,947 કરોડ રૂપિયા અને 33,690 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મનીષ સિસોદિયાનું ગળું ગબોચીને લઈ ગઈ પોલીસ, કેજરીવાલ થયા ગુસ્સે, જુઓ વીડિયો
વંદે ભારત મેટ્રો ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. આ વંદે ભારત એક્સપ્રેસનું મિની વર્ઝન હશે. વંદે ભારત મેટ્રો ટ્રોનની ઘોષણા કેન્દ્રિય બજેટ 2023-24માં કરવામાં આવી હતી.રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વંદે ભારત મેટ્રોમાં આલિશાન અને અતિઆધુનિક રેક હશે.આ 100 કિલોમીટરથી ઓછું અતંર ધરાવતા વિસ્તારોને જોડશે.
વંદે મેટ્રો લોકલ ટ્રેનમાં ભીડ ઓછી કરવામાં મદદ કરશે અને મુંબઈવાસીઓ માટે ખુબ જ સારા સમાચાર છે. આ ટ્રેન ડિસેમ્બર સુધીમાં બનીને તૈયાર થઈ જશે. આ ટ્રેન એક જ રૂટ પર 4થી 5 વખત દોડશે. સામાન્ય વંદે ભારત ટ્રેનમાં 16 કૉચ હોય છે પરંતુ આ ટ્રેનમાં આઠ કૉચ જ હશે. આનાથી મજૂર વર્ગ અને વિદ્યાર્થી લઘુતમ સમયમાં એક શહેરથી બીજા શહેર જઈ શકશે. વિશ્વ સ્તરીય પરિવહન સુવિધાનો લાભ ઉઠાવી શકશે.