Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ યુનિવર્સિટીઓ ઘડશે ભારતનું ભવિષ્ય?! જયાં પ્રિન્સિપાલ પણ નથી!

આ યુનિવર્સિટીઓ ઘડશે ભારતનું ભવિષ્ય?! જયાં પ્રિન્સિપાલ પણ નથી!

Published : 28 March, 2024 02:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai University: ચોંકાવનારી બાબત જાણવા મળી છે કે, મુંબઈ યુનિવર્સિટીની ૩૦ ટકા કોલેજો પ્રિન્સિપાલ વિના ચાલે છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


દરેક માતા-પિતા પોતાના બાળકનાં ઉજ્જવળ ભવિષ્ય માટે બનતાં બધા જ પ્રયત્નો કરે છે. બાળકને આજના કૉમ્પિટિટીવ સમયમાં રેસમાં બની રહેવા માટે તેને સજ્જ બનાવે છે. બાળકના સારા, ઉજ્જવળ અને ઉત્તમ ભવિષ્ય માટે માતા-પિતા તેમને ઉચ્ચ શિક્ષણ પણ આપે છે. પોતાના બાળકને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળે તે માટે તેને સારી સ્કુલ કે યુનિવર્સિટીમાં ભણાવવા માટે આકાશ અને પાતાળ એક કરી દે છે. પરંતુ જ્યારે આ માતા-પિતાને ખબર પડે કે કે યુનિવર્સિટીમાં તેમણે તેમના બાળકોને ભણવા મુક્યા છે એ યુનિવર્સિટી તો ભગવાન ભરોસે ચાલે છે! હા, મુંબઈ યુનિવર્સિટી (Mumbai University) સાથે સંલગ્ન કોલેજોમાં કંઈક આવું જ છે. મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ૩૦ ટકાથી વધુ કોલેજોમાં અત્યારે પ્રિન્સિપાલ વગર ભગવાન ભરોસે ચાલી રહી છે.


તાજેતરમાં યોજાયેલી સેનેટ બેઠક દરમિયાન બહાર આવેલી નવીનતમ માહિતી અનુસાર, મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ૩૦ ટકાથી વધુ કોલેજો હાલમાં પૂર્ણ-સમયના આચાર્ય એટલે કે પ્રિન્સિપાલ વિનાની છે. મુંબઈ યુનિવર્સિટી હેઠળની ૮૭૮ કોલેજોમાંથી ૨૭૦નું નેતૃત્વ હંગામી અથવા ઈન્ચાર્જ આચાર્યો દ્વારા કરવામાં આવે છે. આ પૈકી ૧૭૦ જેટલી કોલેજો એક વર્ષથી વધુ સમયથી નિયમિત ધોરણે પ્રિન્સિપાલ વગરની છે.



ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પૂર્ણ-સમયના આચાર્યો એટલે કે પ્રિન્સિપાલ ની અછત એ મુખ્ય સમસ્યા છે. આ કોલેજો માટે પડકારો ઉભો રે છે કારણ કે તેઓ તેમના કાર્યક્રમોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - એનઇપી (National Education Policy - NEP) સાથે અનુરુપ કરવાનું શરૂ કરે છે. અહેવાલો દર્શાવે છે કે, મોટાભાગની કોલેજો કદાચ પૂર્ણ-સમયના આચાર્ય એટલે કે પ્રિન્સિપાલ વિના બિનસહાયિત છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024)ની આદર્શ આચારસંહિતા અમલમાં આવી તે પહેલા, મોટાભાગની સહાયિત કોલેજોમાં આચાર્યોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે સહાયિત કોલેજોને રાજ્ય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ - એનઓસી (No Objection Certificate - NOC)ની જરૂર હોય છે, ત્યારે બિનસહાયિત સંસ્થાઓને માત્ર યુનિવર્સિટીની મંજૂરીની જરૂર હોય છે. જો કે, નિયમિત આચાર્ય એટલે કે પ્રિન્સિપાલની ગેરહાજરી સંસ્થાની કામગીરીને અસર કરે છે.


છેલ્લા કેટલાક વર્ષોમાં આચાર્યોની મંજૂરી પ્રક્રિયામાં વિસંગતતાઓ નીચે મુજબ છેઃ

  • વર્ષ ૨૦૧૫માં, રાજ્યએ ખર્ચને રોકવા માટે નવી પોસ્ટ્સ બનાવવા અને હાલની પોસ્ટ ભરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
  • આ પ્રતિબંધ વર્ષ ૨૦૧૮માં હટાવવામાં આવ્યો હતો અને મુખ્ય પદ માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવી હતી.
  • વર્ષ ૨૦૨૦માં, કોવિડ-૧૯ રોગચાળાને કારણે નાણાકીય અવરોધોને કારણે ફરીથી ભરતી અટકાવવામાં આવી હતી.
  • રાજ્યને વર્ષ ૨૦૨૧માં ૨૬૦ મુખ્ય જગ્યાઓ ભરવાની મંજૂરી આપી હતી.

મંગળવાર ૨૬ માર્ચે એવી માહિતી મળી હતી કે મુંબઈ યુનિવર્સિટી હેઠળની ૯૦૦ કોલેજોમાંથી માત્ર ૪૧૩ કોલેજોએ જ કોલેજ વિકાસ સમિતિની રચના કરી છે. તે એક મહત્વપૂર્ણ સમિતિ છે જે સંસ્થાને શૈક્ષણિક અને વહીવટી બાબતો પર સલાહ આપે છે.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2024 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK