યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયેલી ટ્યુશન ફી કરતાં પાંચ ગણી વધુ ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ કૉલેજ સામે કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના રાજ્યના મુખ્ય આયોજક સંતોષ ગાંગુર્ડેએ આ અંગે ફરિયાદ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
Mumbai University issues show cause notice to Somaiya college: મહારાષ્ટ્ર સરકાર પાસેથી સબસિડી મેળવવા છતાં કૉલેજ નિર્ધારિત ફી કરતાં પાંચ ગણી વધુ ફી વસૂલતી હોવાની ફરિયાદ પર મુંબઈ યુનિવર્સિટીએ કૉલેજને કારણદર્શક નોટિસ ફટકારી છે. મુંબઈ યુનિવર્સિટીએ કજે સોમૈયા આર્ટસ ઍન્ડ કૉમર્સ, એસકે સોમૈયા આર્ટસ, સાયન્સ ઍન્ડ કૉમર્સ અને કજે સોમૈયા સાયન્સ ઍન્ડ કૉમર્સ કૉલેજોને મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.