Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: મૉડિફાઇડ સાયલેન્સર અને પ્રેશર હૉર્નને કચડી નાખવામાં આવ્યાં

ન્યૂઝ શોર્ટમાં: મૉડિફાઇડ સાયલેન્સર અને પ્રેશર હૉર્નને કચડી નાખવામાં આવ્યાં

29 June, 2024 09:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈની ટ્રાફિક-પોલીસ હવે એ મૉડિફાઇડ સાયલેન્સર અને પ્રેશર હૉર્ન બનાવનારા મૅન્યુફૅક્ચરર્સ, ​ડિસ્ટ્રિબ્યુટર્સ અને એ વેચતા દુકાનદારો સામે કાર્યવાહી કરવાની છે. 

કાર્યવાહી

કાર્યવાહી


મુંબઈની ટ્રાફિક-પોલીસે ૨૧ મેથી ૧૧ જૂન દરમ્યાન મૉડિફાઇડ સાયલેન્સર અને પ્રેશર હૉર્નવાળાં વાહનો ચલાવનારાઓ સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી હેઠળ ૨૦૦૫ મૉડિફાઇડ સાયલેન્સર અને ૮૨૬૮ પ્રેશર હૉર્ન જપ્ત કરવામાં આવ્યાં હતાં. ટ્રાફિક-પોલીસે વરલીના પોલીસ મેદાનમાં એ મૉડિફાઇડ સાયલેન્સર અને પ્રેશર હૉર્ન ગોઠવી એના પરથી રોલર ફેરવીને એ તમામનો નાશ કર્યો હતો. મુંબઈની ટ્રાફિક-પોલીસ હવે એ મૉડિફાઇડ સાયલેન્સર અને પ્રેશર હૉર્ન બનાવનારા મૅન્યુફૅક્ચરર્સ, ​ડિસ્ટ્રિબ્યુટર્સ અને એ વેચતા દુકાનદારો સામે કાર્યવાહી કરવાની છે. 


શિમલામાં પહેલા જ વરસાદમાં કાર અને ટેમ્પો કાદવમાં 
હિમાચલ પ્રદેશમાં મોસમનો પહેલો વરસાદ તૂટી પડ્યો અને ચોતરફ તબાહીનાં દૃશ્યો છવાઈ ગયાં. ગુરુવારે ૨૪ કલાકમાં મુશળધાર વરસાદ પડતાં શિમલા અને સોલન વિસ્તારમાં ભૂસ્ખલન થયું અને કાદવ ભેગો થઈ જવાને કારણે કાર જમીનમાં દટાઈ ગઈ હતી અને ટેમ્પોની છત માંડ જોવા મળતી હતી. આજે અને આવતી કાલે પણ ભારે વરસાદની આગાહી વેધશાળાએ કરી છે.



મુલુંડના સુ-મતિ ગ્રુપ દ્વારા રવિવારે બહના! તુમસે હૈ કુછ કહના... સેમિનાર
મુલુંડના સુ-મતિ ગ્રુપ દ્વારા રવિવારે ૩૦ જૂને સવારે ૧૦ વાગ્યે મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર આવેલી સારસ્વત વાડીમાં આજના યુગની પ્રેમમાંથી સર્જાતી વિકટ પરિસ્થિતિઓની સામે દીકરીઓને જાગૃત કરવાના ઉદ્દેશથી ‘બહના! તુમસે હૈ કુછ કહના...’ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ હિન્દી સે‌મિનારને યુગદ્રષ્ટા, આગવી સૂઝ ધરાવતા, સાચી રાહ બતાવતા યુગપુરુષ યુગરાજ જૈન સંબોધન કરશે. આ સેમિનાર માટે રજિસ્ટ્રેશન-ફી ૧૦૦ રૂપિયા છે. એની વધુ માહિતી માટે સોનલ પાસડ (98192 04323) અને હર્ષા નાનજી (98339 09510) પાસેથી મેળવી શકાશે.


ઇ​ન્ડિયન મેડિકલ અસોસિએશનની મુંબઈ બ્રાન્ચ દ્વારા ‘વર્લ્ડ યોગ ડે’ની ઉજવણી

ઇન્ડિયન મેડિકલ અસોસિએશનની મુંબઈ બ્રાન્ચ દ્વારા ‘વર્લ્ડ યોગ ડે’ની ઉજવણી રવિવારે ૩૦ જૂને સવારના ૮.૪૫ વાગ્યાથી ૧૧.૦૦ વાગ્યા સુધી હાજી અલીમાં આઇએમએ ચોક પર આવેલા આઇએમએ હાઉસમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુંબઈ યુનિવર્સિટીના સાઇકોલૉજી ઍન્ડ યોગ વિભાગનાં પ્રમુખ ડૉ. ‌પ્રિયા વૈદ્ય હેલ્ધી લાઇફ માટે યોગના મહત્ત્વ વિશે જાણકારી આપશે, જ્યારે યોગ-એક્સપર્ટ ડૉ. કિશોર ગંડેચા દ્વારા યોગ સેશન લેવામાં આવશે. 


થાણે પ્લૅટફૉર્મ પાસે ટ્રૅક પર આવેલી સેફ્ટી-વૉલ તૂટી પડી, સિનિયર સિટિઝન ઘાયલ

થાણેના પ્લૅટફૉર્મ-નંબર બે પાસે ટ્રૅકને અડીને આવેલી સેફ્ટી-વૉલનો કેટલોક ભાગ ગઈ કાલે સવારે તૂટી પડતાં પૅરૅલલ રોડ પર ચાલીને જઈ રહેલા ૬૨ વર્ષના સિનિયર સિટિઝનને પગમાં ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના વડા યા​સિન તડવીએ ‘​મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૉલ તૂટી પડવાની આ ઘટના ગઈ કાલે સવારે ૧૧.૪૫ વાગ્યે બની હતી. ૨૦ ફુટ ઊંચી અને ૬૦ ફુટ લાંબી દીવાલ તૂટી પડી હતી. એ દીવાલને લાગીને જ નાની ગલી છે જેમાં લોકો આવ-જા કરતા હોય છે. આ ઘટનામાં ૬૨ વર્ષના નરેન્દ્ર કોળીને પગમાં ઈજા થઈ હતી. તેમને તરત જ કલવાની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના જવાનોએ ત્યાર બાદ રસ્તા પર પથરાયેલો દીવાલનો કાટમાળ ખસેડ્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2024 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK