Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે રોંગ સાઇડ ડ્રાઇવ કરતાં લોકોનું આવી બનશે: મુંબઈ ટ્રાફિક પોલીસ બનાવી રહી છે આ ખાસ યોજના

હવે રોંગ સાઇડ ડ્રાઇવ કરતાં લોકોનું આવી બનશે: મુંબઈ ટ્રાફિક પોલીસ બનાવી રહી છે આ ખાસ યોજના

Published : 13 August, 2023 04:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈગરા ટ્રાફિક (Mumbai Traffic)ના તમામ નિયમો તોડવા માટે આગળ રહે છે. દરેક સિગ્નલ પર ઓછામાં ઓછો એક વાહન ચાલક હશે જે રેડ લાઇટ પર ઊભો રહેશે નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈગરા ટ્રાફિક (Mumbai Traffic)ના તમામ નિયમો તોડવા માટે આગળ રહે છે. દરેક સિગ્નલ પર ઓછામાં ઓછો એક વાહન ચાલક હશે જે રેડ લાઇટ પર ઊભો રહેશે નહીં. નૉ-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું તો એકદમ સામાન્ય બાબત બની ગઈ છે. તેવી જ રીતે લોકો એવી જગ્યાએથી યુ-ટર્ન પણ લે છે જ્યાં તેમ કરવાની મનાઈ ફરવામાં આવી હોય. ઉપરાંત રોંગ સાઈડ પર પણ વાહન ચલાવનારાઓની સંખ્યા પણ ઓછી નથી.


રોંગ સાઇડ વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવવા માટે બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ મલબાર હિલ રિઝર્વોયર, BG ખેર રોડ પાસે સ્પાઇક સ્પીડ બ્રેકર બેસાડ્યું છે. મુંબઈમાં આ પ્રથમ વખત સ્પાઇક સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યું છે. હવે, મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai Traffic Police) ઇચ્છે છે કે તે જ સ્ટ્રેચ પર લગભગ 800 મીટર દૂર અન્ય એક સ્પાઇક સ્પીડ બ્રેકર ઇન્સ્ટોલ કરવામાં આવે.



BG ખેર રોડ એ વન-વે ડ્રાઇવ સ્ટ્રીટ છે. મલબાર હિલ (Malabar Hill) ખાતે આ માર્ગ પર રહેતા અથવા મુસાફરી કરતા લોકોએ રોંગ સાઇડ ડ્રાઇવ કરતાં લોકો વિશે ફરિયાદ કરી હતી. તેને પગલે પ્રાયોગિક ધોરણે હેંગિંગ ગાર્ડન અને કેમ્પ્સ કૉર્નર વચ્ચે સ્પાઇક સ્પીડ બ્રેકર બેસાડવામાં આવ્યું હતું.


મે 2023માં, જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવિણ કુમાર પૌડવાલે BMCના D વૉર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને મલબાર હિલ પર સ્પાઇક સ્પીડ બ્રેકર લગાવવાનું સૂચન કર્યું હતું. તેમણે તેમના પત્રમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અહીં રોંગ સાઇડ ડ્રાઇવિંગથી ગંભીર અકસ્માતો થાય છે અને આ તે મુદ્દો છે જેના વિશે તેઓ ખૂબ જ ચિંતિત છે. આ મુખ્યત્વે બાઇકર્સને વિસ્તારની ખોટી બાજુએથી મુસાફરી કરતા અટકાવવા માટે કરવામાં આવ્યું હતું.

મુંબઈ પોલીસનો જવાબ


મુંબઈ ટ્રાફિક ડિવિઝન પોલીસ (Mumbai Traffic Police)નો પ્રતિસાદ ઉત્તમ છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ ઇચ્છે છે કે સમગ્ર મુંબઈમાં આવા જ ટાયર-કિલિંગ સ્પાઇક બ્રેકર લગાવવામાં આવે, જ્યાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ સંબંધિત સમસ્યા છે. તમામ પોલીસ વિભાગો તેમના અધિકારક્ષેત્રમાં એવા સ્થળોની યાદી બનાવી રહ્યા છે, જ્યાં સ્થાનિક લોકો માટે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરે છે.

સ્પાઇક્ડ સ્પીડ બ્રેકર

સ્પાઇક્ડ સ્પીડ બ્રેકર્સ વિશે અનિશ્ચિતતા એ છે કે સફળ હોવા છતાં, તેઓ હજુ પણ વાહનના ટાયરને નુકસાન પહોંચાડી શકે છે પછી ભલે ચાલક સાચી દિશામાં જ વાહન ચલાવતો હોય. આવા સ્પીડ-બ્રેકરોને અમુક શહેરો દ્વારા નકારવામાં આવ્યા છે. સ્પાઇકવાળા સ્પીડ બ્રેકર્સ ઇન્સ્ટોલેશનના પરિણામે ટ્રાફિક એક દિશામાં સુરક્ષિત રીતે આગળ વધી શકે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

13 August, 2023 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK