Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

હમ નહીં સુધરેંગે

Published : 10 June, 2022 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રાફિક પોલીસે ચેતવણી આપી હોવા છતાં મુંબઈગરાઓ બિન્દાસ હેલ્મેટ વગર ટૂ-વ્હીલર્સ પર નીકળી પડ્યા હતા

પોલીસો પોતે  હેલ્મેટ રૂલનું પાલન કરશે ખરા? : ટૂ-વ્હીલર્સ પર સવાર તમામ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ આમઆદમીઓ માટે અમલમાં તો આવી ગયો. પણ પોલીસો માટે આવ્યો નથી લાગતો. જુઓને, ક્રૉફર્ડ માર્કેટમાં આ પોલીસની સાથેના પિલ્યન રાઇડરે ક્યાં હેલ્મેટ પહેરી છે (તસવીર : સૈયદ સમીર અબેદી)

પોલીસો પોતે હેલ્મેટ રૂલનું પાલન કરશે ખરા? : ટૂ-વ્હીલર્સ પર સવાર તમામ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ આમઆદમીઓ માટે અમલમાં તો આવી ગયો. પણ પોલીસો માટે આવ્યો નથી લાગતો. જુઓને, ક્રૉફર્ડ માર્કેટમાં આ પોલીસની સાથેના પિલ્યન રાઇડરે ક્યાં હેલ્મેટ પહેરી છે (તસવીર : સૈયદ સમીર અબેદી)


બાઇકસવારોની સલામતી જળવાઈ રહે એવા ઉદ્દેશને નજરમાં રાખીને મુંબઈ પોલીસે ૧૫ દિવસ પહેલાં જ એક ફરમાન બહાર પાડ્યું હતું કે ૯ જૂનથી તેમણે હેલ્મેટ પહેરવી જ પડશે, પણ સાથે તેની પાછળ બેસનાર પિલ્યન રાઇડરે પણ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે અને જો તેણે હેલ્મેટ નહીં પહેરી હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, મુંબઈની ૫૦ ટ્રાફિક પોલીસચોકીને આ માટે ખાસ આદેશ આપી કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. જોકે એમ છતાં, ગઈ કાલે પહેલા જ દિવસે મુંબઈની એ ૫૦ ચોકી પર સાંજે ૭ વાગ્યા સુધી કરાયેલી કાર્યવાહી દરમિયાન ૩૪૨૧ પિલ્યન રાઇડર્સે હેલ્મેટ ન પહેરી હોવાનું જણાઈ આવતાં તેમની સામે કાર્યવાહી કરી ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.


સૌથી વધુ પિલ્યન રાઇડર્સ દ્વારા હેલ્મેટ ન પહેરવાના કેસ સાઉથ ઝોનમાં ૨૧૦૦ નોંધાયા હતા. એ જ પ્રમાણે સિંગલ રાઇડરે પણ હેલ્મેટ ન પહેરી હોય એવા સૌથી વધારે કેસ પણ સાઉથ મુંબઈમાં જ ૯૧૪ નોંધાયા હતા. જોકે રાઇડર અને પિલ્યન રાઇડર એમ બન્નેએ હેલ્મેટ ન પહેરી હોય એવા કુલ ૫૧૬ કેસ થયા હતા, જેમાં પિલ્યન રાઇડરે હેલ્મેટ ન પહેરી હોય એવા સૌથી વધુ કેસ ભોઇવાડામાં ૩૯૮ થયા હતા, જ્યારે પશ્ચિમનાં પરાંઓમાં એના ૨૨૨ કેસ નોંધાયા હતા. 



3421
આટલા પિલ્યન રાઇડર્સે હેલ્મેટ ન પહેરી હોવાથી તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2022 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK