પાઇપલાઇનમાં રિપેરિંગ હાથ ધરાવાનું હોવાથી પાણી નહીં આવે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મંગળવાર ૨૯ નવેમ્બરે મુંબઈને પાણી સપ્લાય કરતી પાઇપલાઇનનું સમારકામ થવાનું હોવાથી મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી નહીં આવે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ઓછું આવશે.
પવઈના જળાશયમાંથી નીકળતી ૧૨૦૦ એમએમની પાઇપલાઇનમાં આગળ જતાં ૩૦૦ એમએમનો જે ફાંટો પડે છે એમાંથી પાણીનું ગળતર થઈ રહ્યું છે એથી એનું સમારકામ કરવાનું હોવાથી અને એ ઉપરાંત વેરાવલી–૧ અને વેરાવલી-૨ જળાશયની સાથે નવી પાઇપલાઇન જોડવાની હોવાથી મંગળવારે સવારે ૮.૩૦ વાગ્યાથી બુધવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધી એ કામ ચાલવાનું હોવાથી બાંદરાથી ગોરેગામ, કુર્લા, વિદ્યાવિહાર અને ભાંડુપના કેટલાક વિસ્તારોમાં પાણી ઓછું આવશે.