આ મહિલાઓએ બુલેટ રાઇડ અને કિલ્લાની સાફસફાઈ કરી મનાવ્યો વિમેન્સ ડે
મહિલાઓએ એકસાથે ભેગી થઈને બુલેટ પર સવારી કરી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિને ઘરે બેસીને મોબાઈલ પર મેસેજ મોકલાવવાની શુભેચ્છા આપવાને બદલે કંઈ અનોખું કરવાના વિચારે મુંબઈના વિવિધ ઠેકાણેથી મહિલાઓએ એકસાથે ભેગી થઈને બુલેટ પર સવારી કરી હતી. મહિલાઓને બુલેટ ચલાવતા જોઈ એક નજરમાં કોઈ કહી ન શકે કે બુલેટ મહિલાઓ ચલાવી રહી છે. ગઈ કાલે વહેલી સવારે મહિલાઓ બુલેટ લઈને અંધેરીથી વસઈના કિલ્લા સુધી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે મહિલાઓએ ફક્ત ઐતિહાસિક કિલ્લાની મુલાકાત જ નહીં પણ કિલ્લાના ઇતિહાસ વિશે માહિતી પણ લીધી હતી. ઉપરાંત કિલ્લાની સફાઈ કરીને ૩૦ બૅગ ભરીને કચરો પણ જમા કર્યો હતો. બુલેટ રાઈડમાં કોઈ ડૉક્ટર, તો કોઈ એન્જિનિયર વગેરેનો સમાવેશ થતો હતો.

