સોમવારે શહેરનું તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયા બાદ ગઈ કાલે પણ એમાં ખાસ ફરક નહોતો પડ્યો અને સાંતાક્રુઝમાં તાપમાન ૧૫ ડિગ્રી રજિસ્ટર્ડ થયું હતું.
મુંબઈના વાતાવરણમાં ઠંડક
સોમવારે શહેરનું તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયા બાદ ગઈ કાલે પણ એમાં ખાસ ફરક નહોતો પડ્યો અને સાંતાક્રુઝમાં તાપમાન ૧૫ ડિગ્રી રજિસ્ટર્ડ થયું હતું. જોકે સોમવારની જેમ ગઈ કાલે પણ શહેરના મૅક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચરમાં ૨૦ ડિગ્રીનો ફરક હતો.
આગામી દિવસોમાં પણ શહેરનું તાપમાન ૧૫થી ૧૭ ડિગ્રીની વચ્ચે રહેશે એવો વરતારો વેધશાળાનો છે. રાજ્યમાં સૌથી ઓછું ૫.૫ ડિગ્રી તાપમાન સોલાપુરના જેઉરમાં નોંધાયું હતું, જ્યારે મહાબળેશ્વરમાં ૧૩.૫ અને માથેરાનમાં ૧૩.૪ ડિગ્રી ટેમ્પરેચર હતું.