મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું હતું કે એસએસસી કરતાં એચએચસીની પરીક્ષા વિદ્યાર્થીઓની કરીઅર માટે ખૂબ મહત્ત્વની હોય છે એટલે આ બન્ને બોર્ડની પરીક્ષા વચ્ચે સરખામણી ન કરી શકાય.
પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે
મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું હતું કે એસએસસી કરતાં એચએચસીની પરીક્ષા વિદ્યાર્થીઓની કરીઅર માટે ખૂબ મહત્ત્વની હોય છે એટલે આ બન્ને બોર્ડની પરીક્ષા વચ્ચે સરખામણી ન કરી શકાય. સરકારે કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે કોરોનાવાઇરસની મહામારીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ સહિતના લોકોની સલામતી જરૂરી હોવાથી એસએસસીની પરીક્ષા રદ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે ૧૯ એપ્રિલે એસએસસીની પરીક્ષા રદ કરવાના નિર્ણય સામે પ્રોફેસર ધનંજય કુલકર્ણીએ બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી હતી. આ અરજીના જવાબમાં રાજ્યના સ્કૂલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી રાજેન્દ્ર પવારે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. હાઈ કોર્ટે ૨૦ મેએ આ બાબતે રાજ્ય સરકારે એસએસસી પરીક્ષા રદ કરવાના નિર્ણયને શિક્ષણ સિસ્ટમને મજાક બનાવી દીધી હોવાનું કહીને આ મામલે સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એ સમયે કોર્ટે શા માટે એચએચસીની પરીક્ષા બાબતે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો એવો સવાલ પણ કર્યો હતો.

