Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા મુંબઈના જૈન સંઘોનું વિરાટ સંઘમિલન સફળતાપૂર્વક સંપન્ન

શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા મુંબઈના જૈન સંઘોનું વિરાટ સંઘમિલન સફળતાપૂર્વક સંપન્ન

Published : 12 November, 2024 02:29 PM | Modified : 12 November, 2024 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આયોજિત મુંબઈના શ્રી શ્વેતામ્બર જૈન સંઘોના ૧૧૦૦થી વધુ સંઘોના પ્રતિનિધિઓનું એક વિશાળકાય સંઘ સંમેલન ગોરેગામના જવાહરનગર ખાતે શનિવારે સંપન્ન થયું હતું.

શ્રી શ્વેતામ્બર જૈન સંઘોના ૧૧૦૦થી વધુ સંઘોના પ્રતિનિધિઓનું એક વિશાળકાય સંઘ સંમેલન

શ્રી શ્વેતામ્બર જૈન સંઘોના ૧૧૦૦થી વધુ સંઘોના પ્રતિનિધિઓનું એક વિશાળકાય સંઘ સંમેલન


શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આયોજિત મુંબઈના શ્રી શ્વેતામ્બર જૈન સંઘોના ૧૧૦૦થી વધુ સંઘોના પ્રતિનિધિઓનું એક વિશાળકાય સંઘ સંમેલન ગોરેગામના જવાહરનગર ખાતે શનિવારે સંપન્ન થયું હતું.


એકતા, સંપ અને સંઘે શક્તિ કલૌ યુગેના નારા સાથે યોજાયેલા આ સંમેલનમાં સમગ્ર મુંબઈના સંઘોના પ્રતિનિધિઓને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી પ્રશાંતમૂર્તિ, પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલ્પતરુ સૂરીશ્વરજી મહારાજા તથા ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાએ હૃદયના આશીર્વાદ આપ્યા હતા અને સંઘના બધા જ સભ્યોને સંગઠિત થઈને શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના નેજા હેઠળ શાસનનાં આરાધના, પ્રભાવના અને રક્ષા ધર્મનાં કાર્યો કરવા માટે વિશેષ આહ્વાન કર્યું હતું.



આ સિવાય સભાને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભાગ્યેશસૂરીશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહાબોધિસૂરીશ્વરજી મહારાજા તેમ જ આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મહારાજાએ માર્ગદર્શન આપ્યું હતું. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અજિતશેખરસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી જિનરત્નવિજયજી મહારાજસાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આશીર્વાદ આપ્યા હતા અને ૧૦૦થી વધારે પદસ્થ તથા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોનાં આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયાં હતાં.


પ્રતિ વર્ષ એક વખત આવી રીતે મળવાનું સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયેલી આ સભાનું સફળ સંચાલન નીતિન વોરા, મુકેશ જૈન અને અતુલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રી જવાહરનગર જૈન સંઘના ઉપક્રમે યોજાયેલી સભામાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો


શાસનરક્ષા, સંઘસુરક્ષા, પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારમાર્ગની વ્યવસ્થા, સ્થાવર અને જંગમ તીર્થરક્ષા, વિદ્યાપીઠોની સ્થાપના, ધ્યાન-કેન્દ્રોની આવશ્યકતા વગેરે કાર્યો માટે એક વ્યવસ્થાતંત્રની સ્થાપના કરવી.

સંગઠનની એક હાઇ-ટેક ઑફિસ બનાવવાનું પૂજ્ય ગુરુભગવંતોએ માર્ગદર્શન આપ્યું હતું.

સાધર્મિકોની સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે વિશેષ પ્રકારે પગલાં લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

પૂજ્ય સાધ્વીજી ભગવંતો દ્વારા જ્ઞાન શિબિરો યોજીને બહેનોને સંસ્કારિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જૈન સંઘો અને જૈનોની વસ્તીગણતરીને અગ્રતાક્રમ આપીને એક ડેટાબેઝ તૈયાર કરી વૉટ્સઍપ પર એક જૈન સંઘનું અખબાર શરૂ કરવું.

સોશ્યલ મીડિયા દ્વારા પરમાત્મા મહાવીરના અકાટ્ય સિદ્ધાંતોને વિશ્વભરમાં પ્રસારિત કરી યુવાનોને ધર્મમાર્ગ પર
જોડવાનું આયોજન વિચારવામાં આવ્યું હતું.

તીર્થરક્ષા માટે એક લીગલ સેલની સ્થાપના કરીને સકળ શ્રી સંઘોને કાયદાકીય માર્ગદર્શન આપવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. શ્રુતના સંરક્ષણ અને સંવર્ધન માટે વિશેષ પ્રયાસ આદરવામાં આવશે એ નક્કી કરવામાં આવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2024 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK