રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને અસ્થિરતા સર્જવાનો બીજેપીનો મૂળ હેતુ હોવાનું જણાવતાં શિવસેનાએ ગઈ કાલે મહાવિકાસ આઘાડી સરકારને નબળી પાડવાના હેતુથી બીજેપી અને રાજ્યના કેટલાક અધિકારીઓ વચ્ચે સાઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરે
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને અસ્થિરતા સર્જવાનો બીજેપીનો મૂળ હેતુ હોવાનું જણાવતાં શિવસેનાએ ગઈ કાલે મહાવિકાસ આઘાડી સરકારને નબળી પાડવાના હેતુથી બીજેપી અને રાજ્યના કેટલાક અધિકારીઓ વચ્ચે સાઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સંદર્ભે શિવસેનાએ ફોનટૅપિંગ પ્રકરણનો અને ડીજીના સ્તરના અધિકારી દ્વારા એને સાઠગાંઠનો દાવો કરવા માટે દૂર રાખવામાં આવ્યા હોવાનો દાવો કરીને નારાજગીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મંગળવારે બીજેપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની પાસે એ સમયનાં ઇન્ટેલિજન્સનાં કમિશનર રશ્મિ શુકલાએ આંતરેલા ટેલિફોન કૉલનો ૬.૩ જીબી ડેટા હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે ‘એમાં અનેક મહત્ત્વના પોલીસ અધિકારીઓનાં નામનો ઉલ્લેખ છે. આ વિશે તેઓ કેન્દ્રના ગૃહપ્રધાનને મળ્યા હતા તથા મહારાષ્ટ્રમાં પોલીસ-ટ્રાન્સફરમાં ચાલતા ભ્રષ્ટાચારની સીબીઆઇ તપાસ કરવાની માગણી કરી હતી.’
ADVERTISEMENT
‘સામના’ના તંત્રીલેખમાં શિવસેનાએ કહ્યું હતું કે વિરોધ પક્ષ બીજેપી આઇપીએસ અધિકારી પરમબીર સિંહના પત્રના આધારે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ દ્વારા કથિત રીતે આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓને આગળ કરી રહ્યો છે એ જોતાં મહારાષ્ટ્રને બદનામ કરવાના કાવતરા પાછળ બીજેપીનો હાથ છે.