Mumbai Sexual Crime: આરોપી મોહમ્મદ યુસુફઅલી ખાને કથિત રીતે તેને દુકાનમાં અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને જો તે દરરોજ અડધો કલાક તેને મળે તો તેને રૂ. 500ની ઑફર કરી હતી. તેણે જાતીય તરફેણના બદલામાં મફત ચિકન પણ ઑફર કર્યું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ પોલીસે (Mumbai Sexual Crime) શુક્રવારે એક ચિકન શૉપ માલિકની સગીર છોકરીની છેડતી કરવા અને મફત ચિકનના બદલામાં જાતીય તરફેણની માગણી કરવા બદલ ધરપકડ કરી હતી. સાકીનાકા પોલીસના જણાવ્યાં અનુસાર પીડિતા પવઈમાં રહે છે. ગુરુવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ પીડિતાની માતાએ તેને ચિકન ખરીદવા માટે દુકાને મોકલી હતી. આરોપી મોહમ્મદ યુસુફઅલી ખાને કથિત રીતે તેને દુકાનમાં અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને જો તે દરરોજ અડધો કલાક તેને મળે તો તેને રૂ. 500ની ઑફર કરી હતી. તેણે જાતીય તરફેણના બદલામાં મફત ચિકન પણ ઑફર કર્યું. આ સાંભળીને યુવતી ચોંકી ગઈ અને રડતી ઘરે દોડી ગઈ હતી.
જ્યારે પીડિત છોકરીએ તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું, ત્યારે તે ખાન સાથે વાત કરવા તેની દુકાન પર ગઈ, પરંતુ તેણે આરોપોને (Mumbai Sexual Crime) નકારી કાઢ્યા અને તેની સાથે પણ દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. જ્યારે તેમની વચ્ચે શાબ્દિક બોલાચાલી હિંસક બની હતી, ત્યારે અન્ય રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી તે બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીની માતા પાસેથી છેડતી અંગે માહિતી લીધી હતી. ખાન પર ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને જાતીય અપરાધોથી બાળકોની સુરક્ષા (POCSO) અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાકીનાકા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે ખાનની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કર્યો છે, જ્યાં તેને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાંનો આદેશ આપવામાં આવ્યો છે."
ADVERTISEMENT
અંબરનાથમાં પણ એક શાળામાં બાળકી પર અત્યાચારની ઘટના
થાણે જિલ્લાના અંબરનાથ-વેસ્ટમાં (Mumbai Sexual Crime) આવેલા વાંદ્રાપાડા પરિસરમાં એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલનો જેમ્સ જોસેફ શેરાવ નામનો ટીચર સાતથી ૧૪ વર્ષની સગીર વિદ્યાર્થિનીઓનું શારીરિક શોષણ કરવાની સાથે તેમની પાસે માલિશ કરાવતો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. શોષણનો ભોગ બનનારી કેટલીક વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં જવાનું બંધ કરી દીધું હતું. તેમને કારણ પૂછવામાં આવતાં તેમણે માતા-પિતાને ટીચરની હરકતો જણાવી હતી. આથી વાલીઓએ પોલીસને જાણ કરી હતી. અંબરનાથ-વેસ્ટ પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી ટીચર ઘણા સમયથી સ્કૂલની વિદ્યાર્થિનીઓનું શારીરિક શોષણ કરતો હતો અને તેમની પાસે સ્કૂલમાં જ શરીર પરનાં તમામ કપડાં કાઢીને માલિશ કરાવતો હતો. આરોપી ટીચર માલિશ કરતી સ્ટુડન્ટ્સનો વિડિયો પણ બનાવતો હતો અને કોઈને આ બાબતની જાણ કરી તો વિડિયો જાહેર કરી દેવાની ધમકી આપતો હતો. આરોપી ટીચર સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં આરોપીની ૧૦ ડિસેમ્બર સુધી રિમાન્ડ મેળવીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.