Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલ ચાલુ પણ સ્કૂલ-બસ નહીં

સ્કૂલ ચાલુ પણ સ્કૂલ-બસ નહીં

Published : 16 December, 2021 09:12 AM | IST | Mumbai
Rajendra B Aklekar

બસના ઑપરેટર્સ કહે છે કે પહેલાં અમારી ડિમાન્ડ પૂરી કરો, પછી વાત

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


સ્ટુડન્ટ્સ અને ટીચર્સમાં સ્કૂલો ફરી શરૂ થવાના ઉત્સાહ વચ્ચે સ્કૂલ-બસના ઑપરેટર્સે બસની ફીમાં વધારો અને કરમુક્તિ સહિતની અન્ય માગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી સ્કૂલ-બસ ફરી શરૂ કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે રાજ્ય સરકાર પર માંદા સ્કૂલ-બસ ઉદ્યોગની માગણીઓની ઉપેક્ષા કરવાનો આક્ષેપ મૂકતાં છેતરાયાની લાગણી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. સ્કૂલ-બસ ઑનર્સ અસોસિએશનના પ્રમુખ અનિલ ગર્ગે વધુમાં ઉમેર્યું હતું કે મંગળવારે સ્કૂલ-બસ ઑનર્સ અસોસિએશને સરકાર સમક્ષ સ્કૂલ-બસ ઉદ્યોગને ફરી ચેતનવંતો કરવા આઠ માગણીઓ રજૂ કરી છે.  મહામારીને કારણે લદાયેલા લૉકડાઉનને કારણે સ્કૂલ-બસ ઑનર્સની આવક શૂન્ય થઈ જતાં તેમના સ્ટાફની હાલત કફોડી થઈ છે. શહેરમાં લગભગ ૫૦,૦૦૦ જેટલી સ્કૂલ-બસ અને એનો લગભગ દોઢ લાખનો સ્ટાફ છે. સ્કૂલો શરૂ થયા બાદ પણ સ્કૂલ-બસ શરૂ કરવામાં વાહનો તૈયાર કરવા અને તેના ડ્રાઇવર્સ અને ક્રૂ મેમ્બર્સ નીમવામાં સહેજે ૩૦થી ૫૦ દિવસ લાગી શકે છે. લૉકડાઉન લાદવાને કારણે ગુમાવેલા સમયગાળા માટે વળતરની માગણી કરતાં અસોસિએશન અને સમિતિના સભ્યોએ બૉમ્બે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો એમ તેમણે જણાવ્યું હતું. 


શું છે બસ-ઑપરેટર્સની માગણીઓ?
- ઓછામાં ઓછાં બે વર્ષ સુધી સ્કૂલ-બસનો જીવનકાળમાં વધારો. આ સમય દરમ્યાન ધંધાના નુકસાન સામે વળતર આપો.
- રોડ-ટૅક્સની મૌખિક માફી જાહેર કરાઈ છે, પરંતુ હજી અમલી બનાવાઈ નથી. 
- પ્રોફેશનલ ટૅક્સનો મુદ્દો હજી ઉકેલાયો નથી.
 - દસ્તાવેજોની વૈદ્યતા ઑક્ટોબર, ૨૦૨૧ સુધી લંબાવાઈ હતી, પરંતુ ત્યાર બાદ લંબાવાઈ નથી જે જાન્યુઆરી, ૨૦૨૨ સુધી લંબાવવી જોઈએ. આરટીઓએ શાળા-બસને દસ્તાવેજોને લગતી કાર્યવાહીથી હંગામી ધોરણે બચાવવી જોઈએ.
- ટ્રાફિકના નિયમોના ભંગ પરના દંડની રકમમાં ૧૪ ડિસેમ્બરથી ઊંચો વધારો કરાયો છે જે અસ્વીકાર્ય છે. 
- લૉકડાઉન દરમ્યાન સ્કૂલ-બસ સામે ઇશ્યુ કરાયેલાં તમામ ઈ-ચલાન રદ કરો.
- ઈંધણના ભાવમાં વધારો, રોગચાળાને કારણે થતા નુકસાન અને સ્કૂલ-બસના સ્ટાફના વેતનમાં વધારાને ધ્યાનમાં લઈને સરકારે શાળાઓ અને વાલીઓને સ્કૂલ-બસની ફી વધારવાની સૂચના આપવી જોઈએ. 
- કોરોનાના તમામ નિયમોને અનુસરીને ૧૦૦ ટકા બેઠક-ક્ષમતાને મંજૂરી આપો. 


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2021 09:12 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK