રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની ફ્લાઇંગ સ્ક્વૉડે ૧૩ ફેબ્રુઆરીથી સોમવાર સુધીમાં ૫૯૬ મોટરિસ્ટો સામે સ્પીડ-મર્યાદાનું ઉલ્લંઘન કરવા બદલ ઍક્શન લીધી હતી.
કોસ્ટલ રોડ
બાંદરા-વરલી સી-લિન્કથી પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર સુધી શરૂ કરવામાં આવેલા કોસ્ટલ રોડની નજીક વરલી, બ્રીચ કૅન્ડી અને નેપિયન સી રોડના રહેવાસીઓએ રાતે દસથી બાર વાગ્યાની વચ્ચે અમુક મોટરિસ્ટો આ રોડને રેસિંગ-ટ્રૅકમાં ફેરવી દેતા હોવાની ફરિયાદ કરી હતી. આને પગલે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની ફ્લાઇંગ સ્ક્વૉડે ૧૩ ફેબ્રુઆરીથી સોમવાર સુધીમાં ૫૯૬ મોટરિસ્ટો સામે સ્પીડ-મર્યાદાનું ઉલ્લંઘન કરવા બદલ ઍક્શન લીધી હતી.
જે ૫૯૬ કારને દંડ કરવામાં આવ્યો હતો એમાં મર્સિડિઝ, ઑડી અને BMW જેવી કારનો સમાવેશ વધારે હતો. કાયદા મુજબ ઓવરસ્પીડિંગ માટે આ લોકોને ૨૦૦૦ રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કોસ્ટલ રોડ પર RTOની કુલ ચાર સ્ક્વૉડ ઊભી રાખવામાં આવી છે જે બેફામ અને વધારે પડતી સ્પીડમાં કાર ચલાવનારાઓ સામે ઍક્શન લેવાનું કામ કરી રહી છે.
૧૦.૫૮૦
વરલીથી પ્રિન્સેસ સ્ટ્રીટ સુધીના કોસ્ટલ રોડની લંબાઈ આટલા કિલોમીટર છે
૫૦,૦૦,૦૦૦
ગયા વર્ષની ૧૨ માર્ચે શરૂ થયેલા કોસ્ટલ રોડ પર જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં આટલાં વાહનોની અવરજવર થઈ છે
૨૦,૦૦૦
કોસ્ટલ રોડ પરથી રોજ આટલાં વાહનો પસાર થાય છે

