Mumbai Road Accident: પોલીસે છોકરાના મૃતદેહને વધુ મેડિકલ તપાસ માટે શતાબ્દી હૉસ્પિટલમાં પાઠવ્યો છે. બોરીવલી પૂર્વમાં કાર્ટર રોડ નંબર ત્રણ પર બપોરે લગભગ 12:30 વાગ્યે બની હતી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક ભયાવહ રોડ અકસ્માત સર્જાયો છે. બોરીવલીમાં (Mumbai Road Accident) થયેલા આ રોડ એક્સિડેંટમાં 12 વર્ષના શાળામાં ભણતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ ભયાવહ અકસ્માત બાદ આરોપી ડમ્પર ટ્રક ડ્રાઈવરને પકડવામાં આવ્યો હતો, એમ એક પોલીસ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઘટના બોરીવલી પૂર્વમાં કાર્ટર રોડ નંબર ત્રણ પર બપોરે લગભગ 12:30 વાગ્યે બની હતી.
મિડ-ડેના સૂત્રોએ આપેલી માહિતી મુજબ, આ છોકરો સ્કૂલનો યુનિફોર્મ પહેરેલો હોવાનું જાણવા મળ્યું હતું અને તે એક મોટા ડમ્પર (Mumbai Road Accident) નજીક જઈ રહ્યો હતો ત્યારે તેનો પગ ડિવાઈડર સાથે અથડાયો હતો, જેના કારણે તેને ઠોકર વાગતા તે રોડ પર પડી ગયો હતો. દુ:ખદ રીતે, તેનું માથું પસાર થઈ રહેલા એક ડમ્પરના પાછળના ટાયર નીચે કચડાઈ ગયું હતું, જેમાં તેનું તરત જ મોત થયું હતું. આ અકસ્માત બાદ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ તેણે પછીથી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે છોકરાના મૃતદેહને વધુ મેડિકલ તપાસ માટે શતાબ્દી હૉસ્પિટલમાં પાઠવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માતની આગળની તપાસ ચાલુ છે.
ADVERTISEMENT
આ સાથે દહિસર પૂર્વ નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર હિટ એન્ડ રનનો એક ભયાવહ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 17 વર્ષના છોકરાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અત્યારે અકસ્માત સ્થળ અને નજીકના સ્થળોના સીસીટીવી ફૂટેજ દ્વારા સ્કેન કરવામાં આવ્યા હતા. આ સાથે જ તે અજાણ્યા કાર ચાલકને શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ અકસ્માતની વિગતે વાત કરવામાં આવે તો કરણ રાજપૂત નામનો શખ્સ તેના મિત્રો આદિત્ય વેલણકર અને પિયુષ શુક્લા સાથે દહિસરથી (Mumbai Road Accident) પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેને આ અકસ્માત નડ્યો હતો, મળેલા અહેવાલો અનુસાર શુક્લા તેના ટુ-વ્હીલર પર સવારી કરી રહ્યો હતો. બીજો શખ્સ આદિત્ય એ કરણની બાઇક પર બેઠો હતો. આ મિત્રો જ્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના ઓવરપાસની નીચેથી શૈલેન્દ્ર હાઈસ્કૂલ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણી કારે તેમના ટુ-વ્હીલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે જ જોરદાર ટક્કર થતાં આદિત્યનું કરુણ મોત થયું હતું.
તેમજ વધુ એક અકસ્માત જ 8 સપ્ટેમ્બર, રવિવારના રોજ લોઅર પરેલમાં (Mumbai Road Accident) પણ એક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 20 વર્ષીય આયુષ સિંહે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બપોરે 2:08 વાગ્યાની આસપાસ માતુલી નાકા પાસે સામે આવી હતી. અહીં પૂરઝડપે આવી રહેલ ઇલેક્ટ્રિક કાર એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી. ઓવર ટેક કરવાના ચક્કરમાં આયુષ સિંહનું મોત થયું હતું. તે તેના મિત્રો શિવમ સિંહ અને વિશાલ સિંહ સાથે મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો.