રાયગઢ કિલ્લા તરફ જનારા ચિત્તા દરવાજા અને નાના દરવાજાના રસ્તાને બેરિકેડિંગ લગાડીને બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ અહીં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે.
તસવીર સૌજન્ય : મિડ-ડે
રાયગઢ કિલ્લા તરફ જનારા ચિત્તા દરવાજા અને નાના દરવાજાના રસ્તાને બેરિકેડિંગ લગાડીને બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ અહીં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં થતાં ભારે વરસાદને કારણે રાયગઢ કિલ્લાને આજથી પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રાયગઢ કિલ્લા તરફ જનાર ચિત્તા દરવાજો અને નાને દરવાજા રોડને બેરિકેડિંગ મૂકીને બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ અહીં પોલીસ દળ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
View this post on Instagram
આની સાથે જ રાયગઢ કિલ્લામાં ફસાયેલા પર્યટકોને કિલ્લામાંથી સુરક્ષિત પાછા લાવવા માટે રોપવેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રોપવે પ્રશાસને કિલ્લા સુધી પહોંચવા માટે રોપવે બંધ કરી દીધો છે.
માત્ર રાયગઢ જ નહીં પણ મુંબઈમાં વરસાદે લોકોના હાલ બેહાલ કરી દીધા છે. અહીં વરસાદને કારણે નીચેના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને સાથે જ લોકલ ટ્રેન પણ પ્રભાવિત થઈ રહી છે. એટલું જ નહીં શહેરના અનેક ભાગોમાં ભારે વરસાદને કારણે ટ્રાફિકને કારણે હાલ બેહાલ થઈ ગયા છે. સોમવારે સવારે મુંબઈમાં ભારે વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરાષ્ટ્રીય ઍરપૉર્ટ (CSMIA) પર ફ્લાઈટ સંચાલન પણ પ્રભાવિત થયું. લગભગ 50 ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ટ્રેક પર NCP વિધેયકના પગપાળાં ચાલતા વીડિયો વાયરલ થઈ ગયો છે.
મુંબઈમાં છેલ્લા કેટલાક કલાકોના ભારે વરસાદે સોમવારે સવારે જ મુંબઈની લાઈફલાઈન માનવામાં આવતી રેલવે સેવાઓ ઠપ્પ કરી દીધી છે. સેન્ટ્રલ રેલવે લાઈન પર અનેક સ્થળે પામી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેનનું શેડ્યૂલ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ ગયું છે. આ સિવાય, બહારથી આવનારી લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો પણ બ્લૉક થઈ ગઈ છે.
મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલ સેવાઓ પ્રભાવિત
Mumbai Rains: આ સ્થિતિ માત્ર સામાન્ય લોકોને જ નહીં, પણ વિધેયક અને મંત્રીઓને પણ પ્રભાવિત કરી રહી છે. રાજ્યના આપદા પ્રબંધન અને પુનર્વાસ મંત્રી અનિલ પાટિલ અને વિધેયક અમોલ મિતકરીને રેલવે ટ્રેક પર પગપાળાં ચાલતા જોવામાં આવ્યા, કારણકે વરસાદને કારણે તેમની એક્સપ્રેસ ટ્રેન સાયન સ્ટેશન નજીક ફસાઈ ગઈ હતી.
અમોલ મિતકરીનો વીડિયો વાયરલ
હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં અમોલ મિતકરી પોતાની સ્થિતિ વિશે માહિતી આપતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું, "અમે જે એક્સપ્રેસ ટ્રેનમાં છીએ તેમાં આઠ-દસ ધારાસભ્યો પણ અટવાઈ ગયા છે. મુંબઈમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્ય વિધાનસભા સત્રનું આ છેલ્લું અઠવાડિયું છે. આશા છે કે ટૂંક સમયમાં રેલ્વે ટ્રાફિક પૂર્વવત્ થઈ જશે.