મુંબઈનગરીમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ભારે વરસાદને કારણે મુંબઈ(Mumbai)ના થાણે(Thane)શહેરમાં એક રેસ્ટોરન્ટની છત તૂટી પડતાં ત્રણ લોકો ઘાયલ થયા હતાં.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર(Maharashtra)ના મુંબઈ(Mumbai Rains)માં વરસાદનું આગમન થઈ ગયું છે. ભારે વરસાદને કારણે મુંબઈ(Mumbai)ના થાણે(Thane)શહેરમાં એક રેસ્ટોરન્ટની છત તૂટી પડતાં ત્રણ લોકો ઘાયલ થયા હતાં, એમ નાગરિક અધિકારીઓએ રવિવારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane)ના ડિઝાસ્ટર કંટ્રોલ સેલના વડા યાસિન તડવીએ પીટીઆઈને જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે મોડી રાત્રે ઘોડબંદર રોડ પર સ્થિત રેસ્ટોરન્ટમાં બની હતી. આ ઘટનામાં બે મહિલાઓ અને એક પુરૂષને ઈજા થઈ હતી અને તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. થાણે(Thane)માં રવિવારે સવારે 58.90 મીમી વરસાદ નોંધાયો હતો,એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું. શહેરમાં આ વર્ષે કુલ વરસાદ અત્યાર સુધીમાં 139.76 મીમી નોંધાયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા માટે 172.71 મીમી હતો, એમ તેમણે ઉમેર્યુ હતું.
ઉલ્હાસનગર ટાઉનશિપના ઘણા વિસ્તારો પણ શનિવારે ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા હતા, થાણે જિલ્લા સત્તાવાળાઓએ જણાવ્યું હતું. શનિવારે થાણે અને પડોશી પાલઘર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું.
થાણે (Thane)જિલ્લાના ભિવંડી, કલ્યાણ અને બદલાપુરના કેટલાક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને શનિવારે સાંજે લોકોને ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. થાણે(Thane)શહેરમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પાલઘર જિલ્લાના વસઈ શહેરમાં, એક જૂની બે માળની ફેક્ટરી બિલ્ડિંગની બાલ્કની લગભગ 9.45 વાગ્યે તૂટી પડી હતી, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી, અધિકારીઓએ જણાવ્યું હતું. પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર વસઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર થાણે (Thane)માં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો નોંધાયા છે.
એક અધિકારીએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે થાણે શહેરના કાસરવડાવલીમાં એક ઘરની છત તુટી પડી હતી. રવિવારે ચોમાસાએ દિલ્હી અને મુંબઈ બંનેમાં વરસાદ આગમન થઈ ગયું છે. જ્યારે તે રાષ્ટ્રીય રાજધાનીમાં નિર્ધારિત કરતાં બે દિવસ વહેલા પહોંચ્યું હતું, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આર્થિક રાજધાનીમાં વરસાદની એન્ટ્રી બે અઠવાડિયા મોડું છે.
IMDએ જણાવ્યું હતું કે, "દક્ષિણપશ્ચિમ ચોમાસું આજે (25 જૂન) મુંબઈ અને દિલ્હીમાં આગળ વધ્યું છે." સામાન્ય રીતે વરસાદી સિસ્ટમ 1 જૂન સુધીમાં કેરળ, 11 જૂન સુધીમાં મુંબઈ અને 27 જૂન સુધીમાં રાષ્ટ્રીય રાજધાની પહોંચે છે. જો કે ચોમાસાએ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરનો મોટો હિસ્સો સહિત ઉત્તર ભારતનો નોંધપાત્ર હિસ્સો કવર કરી લીધો છે.