Mumbai Rains: અત્યારની વાતાવરણની પરિસ્થિતિ જોતાં હવામાન વિભાગે રાયગઢમાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે. મુંબઈની હવા બગડી રહી છે.
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર
આજે મુંબઇમાં આંશિકરીતે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા (Mumbai Rains) વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ એવી પણ આગાહી છે કે તોફાની પવનો સાથે વરસાદી ઝાપટાં થશે.
મુંબઈની હવા પણ નબળી વર્ગીકૃત કરાઇ
ADVERTISEMENT
આજે મુંબઇ સિટીમાં તાપમાન 26થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે તેવું અનુમાન છે. આજે મુંબઈની હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા જેટલું જોવા મળ્યું છે. આ સાથે જ પવનની ઝડપ પણ 71 કિમી/કલાક નોંધવામાં આવી છે અને હવાની ગુણવત્તા ઇન્ડેક્સ (AQI) 229 સુધી પહોંચી ગયો છે. આ ઇંડેક્સ આંકડા પરથી અનુમાન લગાવી શકાય છે કે મુંબઈની હવા બગડી રહી છે.
યલો અલર્ટ સાથે ચેતવણી
હવામાન વિભાગે મુંબઈ, પાલઘર, થાણે તેમ જ રાયગઢ સાથે મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે યલો અલર્ટ આપ્યું હતું. વીજના કડાકા સાથે તોફાની પવનો પણ આ સમય દરમિયાન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજના દિન સુધી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ આગાહી (Mumbai Rains) વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા થોડાક દિવસોથી મુંબઇમાં વરસાદે ફરી એન્ટ્રી કરી છે
અત્યારે છેલ્લા બે દિવસથી મુંબઇમાં તેમ જ થાણેના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં (Mumbai Rains) જોવા મળી રહ્યા છે. આવનાર દિવસોમાં આ વિસ્તારોમાં અહીંના વાતાવરણ વિશે અનુમાન કરતાં ભારતીય હવામાન વિભાગે થાણે અને પાલઘર જિલ્લાઓ માટે રેડ અલર્ટ આપ્યું હતું.
જોકે, અત્યારની વાતાવરણની પરિસ્થિતિ જોતાં હવામાન વિભાગે રાયગઢમાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આ સાથે જ વરસાદી પરિસ્થિતિ વણસે તો ભારે નુકસાન થઈ શકે એમ હોઈ સ્થાનિક રહેવાસીઓ માટે સતર્ક રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી મુંબઈ તેમ જ આસપાસના વિસ્તરાઓમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે. હવે આવનાર દિવસોમાં થાણે, બાંદ્રા, અંધેરી અને ગોરેગાંવ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે જ સ્થાનિકોને સાવચેતી રાખવાની વિનંતી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે?
Mumbai Rains: ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટના સંકેત સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી હવામાનની શક્યતા વીકર્ત કરવામાં આવી છે. એટલું જ નહીં વીજ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતા છે.
ખાસ કરીને મુંબઇની આસપાસના વિસ્તારો અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લા જેવા પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, ધુળે, નંદુરબાર, જલગાંવ, કોલ્હાપુર ઘાટ, કોલ્હાપુર, સાતારા, સતારા ઘાટ, સાંગલી, શોલાપુર, છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, નાંદેડ, લાતુર, ધારાશિવ, અકોલા વગેરે માટે પણ અલર્ટ જારી કરાયું છે. આ સાથે જ અમરાવતી, ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોલી, ગોંદિયા, નાગપુર, વર્ધા, વાશિમ, અને યવતમાલ જેવા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા છે.