આ મેસેજ પણ એક વિદેશી નંબર પરથી મોકલવામાં આવ્યો છે. પોલીસ આ વાતની તપાસમાં લાગેલી છે કે આખરે આ વ્યક્તિ છે કોણ અને તેણે આ મેસેજ હવે કેમ કર્યો છે?
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસ (Mumbai Police)ના ટ્રાફિક કન્ટ્રોલ રૂમમાં ફરી એકવાર નવો મેસેજ આવ્યો છે. જો કે, આ વખતે ધમકી નહીં પણ સાવચેત રહેવાની સલાહ આપતો સંદેશ મોકલવામાં આવ્યો છે. સંદેશમાં કહેવામાં આવ્યું કે સોમાલિયામાં થોડાંક દિવસો પહેલા 26/11 જેવો જ હુમલો થયો હતો. આવો જ હુમલો (26/11 Terrorist Attack) મુંબઈ અને ભારતમાં ફરી ન થાય. આ વાતનો ખ્યાલ રાખવામાં આવશે. સંદેશ મોકલનારા અજ્ઞાત વ્યક્તિની શોધ મુંબઈ તરફથી કરવામાં આવી રહી છે. જણાવવાનું કે આ મેસેજ પણ એક વિદેશી નંબર પરથી મોકલવામાં આવ્યો છે. પોલીસ આ વાતની તપાસમાં લાગેલી છે કે આખરે આ વ્યક્તિ છે કોણ અને તેણે આ મેસેજ હવે કેમ કર્યો છે?
થોડાંક દિવસ પહેલા મળી હતી ધમકી
થોડાંક દિવસ પહેલા પાકિસ્તાનના કોડવાળા મોબાઈલ નંબરથી શુક્રવારે રાતે એક વૉટ્સએપ મેસેજ મોકલીને મુંબઈમાં 26/11 જેવો હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ મુંબઈ પોલીસે મુંબઈમાં હાય અલર્ટ કર્યો છે. પોલીસને મળેલા આ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે છ લોકો ભારતમાં છે, જે આ કામને અંજામ આપશે. આ ધમકી બાદ મુંબઈ પોલીસ હાય અલર્ટ પર છે. સુરક્ષા એજન્સીઓને પણ અલર્ટ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પ્રૉક્સી નંબરની શંકા
મુંબઈ પોલીસને લાગે છે કે આ પ્રૉક્સી નંબર છે. પોલીસે આ એંગલથી તપાસ શરૂ કરી છે કે આ નંબરને કોઇક ઇન્ટરનેટ દ્વારા વાપરવામાં આવ્યો છે. કારણકે ધમકી આપનારાએ વૉટ્સએપ મેસેજમાં ભારતમાં પોતાના છ સાથી હોવાનો દાવો કરતા તેમના નંબર પણ પોલીસને મોકલ્યા છે, આથી પોલીસને આ પ્રૉક્સી નંબર જ લાગી રહ્યો છે, કારણકે સરગના કે આતંકવાદી સંગઠન પોતાના સાથીઓના નંબર શૅર કરીને તેમને ફસાવવા નહી માગે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શનિવારે વસઈથી એક શંકાસ્પદને અટકમાં લીધો છે. તેની પૂછપરછ થઈ રહી છે. વરલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે અને કેસ સીઆઇયૂને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.
શું હતું ધમકીભર્યા મેસેજમાં
મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસલકરે જણાવ્યું કે મુંબઈ ટ્રાફિક પોલીસના વૉટ્સએપ હેલ્પલાઈન નંબર પર શુક્રવારે રાતે લગભગ પોણા બાર વાગ્યે ધમકીભર્યા મેસેજ આવ્યા. આમાં લખ્યું હતું કે મુંબઈમાં 26/11 જેવો હુમલો કરીને શહેરને ઉડાડી દેવામાં આવશે. આમાં 26/11 હુમલામાં સામેલ આતંકવાદી અજમલ કસાબ અને અલ કાયદા સાથે જોડાયેલ અલ જવાહિરીનો પણ ઉલ્લેખ હતો.