ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
નકલી ઘી
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ ગઈ કાલે દક્ષિણ મુંબઈના ચીરાબજારમાં નાનાભાઈ બિલ્ડિંગમાં દરોડો પાડ્યો હતો. અહીં માખણ અને ઘીમાં ભેળસેળના રૅકેટનો પર્દાફાશ થયો હતો. તેમણે ૧,૨૦,૦૦૦ રૂપિયાનું નકલી ઘી જપ્ત કરીને ચમન યાદવ અને જમન યાદવ સામે એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ત્યારે લોકપ્રિય અમૂલ ઘીમાં ભેળસેળ કરતા બે લોકો મળી આવ્યા હતા. તેઓ નકલી ઘી બનાવવા માટે પામ ઑઇલ, વનસ્પતિ, બટર કલર અને ફ્લેવરિંગ એસેન્સ મિક્સ કરતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ કાર્યવાહીમાં મદદ કરવા માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.