Mumbai Police: શકમંદની પૂછપરછ કરવામાં આવી ત્યારે એક બેગ મળી આવી હતી. જેમાં 2,30,86,900 રૂપિયાની રોકડ પણ મળી હતી.
મુંબઈ પોલીસની ફાઇલ તસવીર
આગામી વિધાનસભા ચૂંટણીને પગલે અત્યારે પોલીસ પણ એક્શનમાં આવી છે. ઠેર ઠેર પોલીસ (Mumbai Police) તપાસ કરવામાં આવી રહી છે તેમાં ચોંકાવનારી વસ્તુઓ સાંપડી રહી છે. તાજેતરમાં જ એલટી માર્ગ પોલીસને 2.3 કરોડ રોકડા રૂપિયા મળી આવ્યા હતા. આ સાથે જ પોલિસે 12 જેટલા શકમંદોની અટકાયત પણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા અધિકારીઓ દ્વારા આ મામલે 12 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. અત્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બૅગમાં મળ્યા 2,30,86,900 રૂપિયા રોકડ રૂપિયા!
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે ગઇકાલે પોલીસ (Mumbai Police)ને એક સૂચના પ્રાપ્ત થઈ હતી જેમાં એક વ્યક્તિ ભુલેશ્વર માર્કેટ વિસ્તારમાં આવી રહ્યો છે અને તેમ જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે આ વ્યક્તિ પર કાર્યવાહી કરી હતી. જ્યારે આ શકમંદની પૂછપરછ કરવામાં આવી ત્યારે એક બેગ મળી આવી હતી. જેમાં 2,30,86,900 રૂપિયાની રોકડ પણ મળી હતી તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે એલટી માર્ગ પોલીસે ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ (FST) માં અધિકારીઓને આ મુદ્દે જાણ કરી હતી અને આવકવેરા અધિકારીઓને પણ રોકડ જપ્તી વિશે ચેતવણી આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં અત્યારે જ્યારે આચાર સંહિતા લાગુ છે ત્યારે આ પ્રકરના મામલા સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે (Mumbai Police) એક કારમાંથી 30 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી હતી અને આ મુદ્દે શુક્રવારે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ આવકવેરા વિભાગને પણ આ મુદ્દે જાણ કરવામાં આવી હતી.
Mumbai Police: અત્યારે તો સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાને પગલે આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જો તમારી પાસે રૂ. 50,000થી વધુ રોકડ છે તો એ માટે તમારી પાસે માન્ય દસ્તાવેજો હોવા જરૂરી બને છે. પણ જો તેનાથી ઓછી રકમ છે તો તે માટે કોઈ પુરાવાની જરૂર નથી.
જોરદાર પ્રચાર-પ્રસાર, તમામ પક્ષો થઈ ગયાં છે રૅડી
મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે જોરદાર રસાકસી જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષો એક પછી એક પોતાના વચનો આપી રહ્યા છે. તમામ પક્ષો ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયાં હોય તેમ જણાઈ રહ્યું છે. એકબીજા વિષે પ્રહાર કરવાનું પણ કોઈ પક્ષ ચૂકતો નથી. ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિ તેમ જ મહાવિકાસ અઘાડીએ મતદારો માટે પોતપોતાની ગેરંટી જારી કરી છે. 2019ની વિધાનસભા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ભાજપ-શિવસેના ગઠબંધને કુલ 161 બેઠકો જીતી હતી. જેમાં ભાજપને 105 બેઠકો અને શિવસેનાને 56 બેઠકો પર જીત મળી હતી. આ સાથે જ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનને 98 બેઠકો મળી હતી, જેમાં એનસીપીને 54 બેઠકો અને કોંગ્રેસને ૪૪ સીટ પર જીત મળી હતી.