પોલીસે ૪૦ FIR નોંધી ૧૬૨ બાઇક જપ્ત કરીને બાવન લોકોની ધરપકડ કરી
બાઇક જપ્ત કરેલી ફાઈલ તસવીર
મુંબઈ પોલીસે શુક્રવારે મોડી રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બાંદરા રેક્લેમેશનમાં રૅશ ડ્રાઇવિંગ કરનારા, બાઇકની રેસ લગાડનારા અને સ્ટન્ટ કરનારા ૬૮૯ બાઇકરો સામે વ્યાપક કાર્યવાહી કરી હતી. બાંદરા અને ખાર પોલીસ-સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને ૧૬૨ બાઇક જપ્ત કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના ઝોન-૯ના ડેપ્યુટી પોલીસ-કમિશનર દીક્ષિત ગેદામે કહ્યું હતું કે ‘બાંદરા રેક્લેમેશન અને ખેરવાડીની વચ્ચે બેદરકારીથી બાઇક ચલાવવાની, રેસિંગ કરવાની અને સ્ટન્ટ કરવાની કેટલીક ફરિયાદો મળી હતી. આથી શુક્રવારે રાત્રે બાંદરા રેક્લેમેશનની પાસે વેસ્ટર્ન એક્સપ્રેસવે પર ભારે પોલીસ-બંદોબસ્ત કરીને વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી. ૧૬૨ બાઇક જપ્ત કરીને બાવન લોકોની ધરપકડ કરવામાં આવી હતી.’