પોલીસે ફોન કરનારી અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ટ્રાફિક-પોલીસના વૉટ્સઍપ હેલ્પલાઇન-નંબર પર ગઈ કાલે હોટેલ તાજ અને મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને ઉડાવી દેવા માટે બૉમ્બ રાખવામાં આવ્યા હોવાનો કૉલ આવ્યો હતો. મોટા ભાગે આવી ધમકીના કૉલ બોગસ હોય છે. એમ છતાં પોલીસે કૉલને ગંભીરતાથી લઈને તપાસ કરી હતી. એમાં જણાઈ આવ્યું હતું કે ફોન આગરાથી કરવામાં આવ્યો હતો. હોટેલ તાજ અને ઍરપોર્ટની સઘન તપાસ કરવામાં આવ્યા બાદ કોઈ જોખમ ન હોવાનું જણાતાં આ ધમકીનો ફોન બોગસ હોવાનું જણાયું હતું. પોલીસે ફોન કરનારી અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.