મુંબઈ પોલીસ(Mumbai Police)ને ફરી એક વાર શંકાસ્પદ કૉલ આવ્યો છે. જેમાં કૉલરે 26/11 હુમલા સંબંધિત જાણકારીનો ઉલ્લેખ કર્યો છે. જાણો શું છે સમગ્ર મામલો
મુંબઈ પોલીસ (ફાઈલ ફોટો)
મુંબઈ પોલીસ(Mumbai Police)ને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા બાદ ચિંતાનો માહોલ ઉભો થયો છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું કે રવિવારે રાત્રે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક શંકાસ્પદ કૉલ (Mumbai Police Receive Call)આવ્યો. કૉલમાં પોલીસને કહેવામાં આવ્યું કે કોઈક તે શખ્સને 26/11 હુમલા સંબંધિત જાણકારી આપી રહ્યું છે. આ ક઼ૉલ બાદ પોલીસ તે શખ્સની ઓળખ કરવામાં લાગી ગઈ છે.
પોલીસે કહ્યું કે રવિવાર રાત્રે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક શંકાસ્પદ કૉલ આવ્યો. ફોન કરનારે કહ્યું કે તે રાજસ્થાનનો નિવાસી છે અને આ સાથે જ દાવો કર્યો કે તેને કોઈ કૉલ આવી રહ્યો છે, જેમાં તેને 26/11 મુંબઈ હુમલા સંબંધિ જાણકારી આપવામાં આવી છે. આટલું કહ્યાં બાદ કૉલરે તુરંત ફોન કાપી નાખ્યો હતો. જોકે બાદમાં પોલીસે કૉલ કરવાના અનેક પ્રયાસ કર્યા પરંતુ નંબર બંધ આવી રહ્યો છે.
ADVERTISEMENT
આ પહેલા પણ એક વાર મુંબઈ પોલીસને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં કુર્લા વેસ્ટમાં ધમાકો કરવાની વાત હતી. ત્યારે પણ કૉલરે આટલું કહી ફોન કટ કરી દીધો હતો. કુર્લા ખુબ જ ગીચ વિસ્તાર હોવાથી પોલીસની એક ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. ઘણાં લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ પણ પોલીસને તે સ્થળેથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું.
આ પણ વાંચો: સ્મોકિંગ કહાં કરે, કહાં ન કરે?
નોંધનીય છે મુંબઈ પોલીસને આવી શંકાસ્પદ કૉલ આવ્યા હોય એવી એક બે ઘટના નથી પણ આવા ઢગલો બનાવો છે. જેમાં મુંબઈ પોલીસને એક એક શખ્સ દ્વારા કૉલ કરવામાં આવે છે અને તેમાં કોઈના કોઈ એક વિસ્તારને ઉડવવાની ધમકી આપવામાં આવી હોય. જોકે મુંબઈ પોલીસે લોકોની સુરક્ષાને ખાતીર દર વખતે તાત્કાલિક કાર્યવાહી કરી છે.