દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પોલીસે કલમ 144 લાગુ પાડી છે. પોલીસને શંકા છે કે આપરાધિક અને અસામાજિક તત્વ શહેરનો માહોલ બગાડી શકે છે. સાથે જ શહેરમાં અપ્રિય ઘટનાઓને અંજામ આપી શકે છે. હાલ આ આદેશ 28 મેથી 11 જૂન સુધી માટે લાગુ રહેશે.
Mumbai
પ્રતીકાત્મક તસવીર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) પોલીસે કલમ 144 લાગુ પાડી છે. પોલીસને શંકા છે કે આપરાધિક અને અસામાજિક તત્વ શહેરનો માહોલ બગાડી શકે છે. સાથે જ શહેરમાં અપ્રિય ઘટનાઓને અંજામ આપી શકે છે. હાલ આ આદેશ 28 મેથી 11 જૂન સુધી માટે લાગુ રહેશે.
મુંબઈમાંથી મોટા સમાચાર આવ્યા છે કે મુંબઈ પોલીસે (Mumbai Police) 28મેથી 11 જૂન 2023 સુધી મુંબઈ શહેરમાં પાંચ લોકોના એકસાથે એકઠાં થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા એકાએક આ નિર્ણયને લઈને જુદાં-જુદા પ્રકારના કયાસ લગાડવામાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસે એક સર્ક્યુલર બહાર પાડીને આ વાતની માહિતી આપી છે. પોલીસના સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં સાર્વજનિક શાંતિ ભંગ કરવા અને સાર્વજનિક જીવનને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. સાથે જ એવી ઘટનાઓ થવાની પણ શંકા છે જેથી લોકોનું જીવન જોખમમાં પડી શકે છે. આને કારણે અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પોલીસે આ આદેશ જાહેર કર્યો છે.
ADVERTISEMENT
Mumbai Police issued prohibitory orders restricting the movement and unlawful assembly of five or more persons in anticipation of breach of peace, disturbance to public tranquility and danger to human lives. The order will remain in force in the city till June 11: Mumbai Police pic.twitter.com/0RcgA9IhaH
— ANI (@ANI) May 29, 2023
જો કે, આ આદેશના વિસ્તારમાંથી લગ્ન સમારોહ, શોક સમારોહ, સહકારી સમિતિઓ-સંગઠનોના કાર્યક્રમ, સિનેમા-થિએટર, દુકાનો, વ્યાવસાયિક સ્થળોને બહાર રાખવામાં આવ્યા છે. આ આદેશ પ્રમાણે પાંચ કે વધારે વ્યક્તિઓના ગેરકાયદેસર એકઠાં થવા પર સ્ટે મૂકવામાં આવ્યો છે. આ આદેશ 11 જૂન સુધી શહેરમાં લાગુ રહેશે.
આ પણ વાંચો : બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ બદલાયું, નવા નામની CM એકનાથ શિંદે કરી જાહેરાત
આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ મુંબઈ શહેરમાં શાંતિ જાળવી રાખવા અને મુંબઈમાં કોઈપણ અપ્રિય ઘટનાને અટકાવવાના ઈરાદે જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ડીસીપી વિશાલ ઠાકુરના પત્રના માધ્યમે આ આદેશ જાહેર કરતા વિભિન્ન માધ્યમો શહેરના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાની અપીલ કરી છે.