બુધવારે મુંબઈ પોલીસે જે પ્રૉપર્ટી ઑનર્સ પોતાની જગ્યા ભાડે આપવા માગે છે તેમની માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. "આ એક રૂટિન એડવાઈઝરી છે જે દર ત્રૈમાસિકમાં મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે." - પોલીસ અધિકારી
તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઈ પોલીસે (Mumbai Police) જણાવ્યું કે તેમના અધિકારક્ષેત્રમાં આવતા કમિશનરેટમાં અસામાજિક તત્વોના આગમન પર ધ્યાન રાખવા માટે તથા તેનાથી બચવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. આ પગલાંની મદદથી સામાજિક શાંતિ અને સામાન્ય જનસમાજની સુરક્ષા પણ સાથે થઈ શકે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "આ એક રૂટિન એડવાઈઝરી છે જે દર ત્રૈમાસિકમાં મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે."
ADVERTISEMENT
મુંબઈ પોલીસ (Mumbai Police), ડીસીપી વિશાલ ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી વિશે વાત કરતા મુંબઈ પોલીસે જણાવ્યું કે, આ જરૂરી છે કે પ્રૉપર્ટી ઑનર્સ અથવા ભાડૂતો માટે કેટલીક છૂટ પાછી ખેંચવામમાં આવે જેથી અસામાજિક તત્વો અને આતંકવાદીઓ ભાડૂતોના વેશમાં વિધ્વંસક ગતિવિધિઓ, દંગા, ફસાદ, મારપીટ વગેરે ન કરી શકે અને આને અટકાવવા માટે તત્કાલ કાર્યવાહી જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે, દરેક લેન્ડલૉર્જ/ ઑનર/ કે વ્યક્તિ જે પ્રૉપર્ટી બિઝનેસ કે ઘર/ઑફિસની પ્રૉપર્ટી જે મુંબઈ પોલીસના અધિકારક્ષેત્રમાં આવે છે તેણે પોતાની જમીન ભાડે આપવા માટે તેમજ ભાડૂતની માહિતી વગેરે મુંબઈપોલીસની ઑફિશિયલ વેબસાઈટ પર આપવી ફરજિયાત છે.
આમાં કહેવામાં આવ્યું છે કે, જો તે વ્યક્તિ જેને ઘર ભાડે આપવામાં આવ્યું છે, તે વિદેશી છે તો માલિક અને વિદેશીએ પોતાનું નામ, રાષ્ટ્રીયતા, પાસપૉર્ટની ડિટેલ્સ, પાસપૉર્ટ નંબર, સ્થળ, પાસપૉર્ટ જાહેર થયાની તારીખ, વેલિડીટીની માહિતી આપવાની રહેશે. વીઝાની માહિતી એટલે કે વીઝાની સંખ્યા, શ્રેણી, સ્થળ અને જાહેર કરવાની તારીખ, વેલિડિટી, રજિસ્ટ્રેશનની જગ્યા અને શહેરમાં રહેવાનું કારણ આ બધું જણાવવાનું રહેશે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આ આદેશ 6ત જાન્યુઆરી 2023થી લાગુ પાડવામાં આવશે અને 6 માર્ચ સુધી 60 દિવસની સમયમર્યાદા માટે પ્રભાવિત કહેશે, જ્યાં સુધી આને પાછું ખેંચવામાં ન આવે.
આમાં કહેવાયું છે કે, આ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 188 હેઠળ દંડનીય હશે.
આ પણ વાંચો : Chennai: ખાડાથી બચવાના પ્રયાસ વખતે વાહનમાંથી પડી સૉફ્ટવેર ઈન્જીનિયર, ટ્રકે કચડી
નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને ઑનલાઈન ડિટેલ મેળવી અને ભરી શકો છો- જુઓ અહીં
1. મુંબઈ પોલીસની ઑફિશિયલ વેબસાઈટ www.mumbaipolice.gov.in પર જવું.
2. રિપૉર્ટ અસ (Report US) નામની લિન્ક પર ક્લિક કરવું.
3. ટેનન્ટ (Tenant Information) ઈન્ફૉર્મેશન ટૅબ પર ક્લિક કરવું.
4. ત્યાં આપેલી નોટ અને ડિસ્ક્લેમર નીચે સ્ક્રોલ કરતા પહેલા ધ્યાનથી વાંચ્યા બાદ ફૉર્મ ભરવું.
5. આ ફૉર્મ ઓનલાઈન ભરવું અને પછી સબમિટ કરવું.
આ પ્રક્રિયા તમે મુંબઈ પોલીસ હેઠળના વિસ્તારમાં લોકલ પોલીસ સ્ટેશન જઈને પણ કરી શકાય છે.